યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી દુબઈમાં મનાવી રહ્યા છે હનીમૂન, સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

  • TV9 Webdesk25
  • Published On - 12:12 PM, 29 Dec 2020
yuzvendra-chahal-and-dhanashree-verma-honeymoon-in-dubai-photos-goes-viral

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ત્યારે હાલ યુજવેંદ્ર ચહલ અને ધનશ્રી વર્મા દુબઈમાં તેમનું હનીમૂન મનાવી રહ્યા છે. તેમના લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. અને લોકો તેમને ખૂબ શુભકામના આપી રહ્યા છે. ત્યારે ધનશ્રીએ તેમના હનીમૂનનો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ કોમેન્ટ આવી રહી છે.

યુજવેંદ્ર ચહલ અને ધનશ્રી વર્માના ફોટો પર લોકોની ખૂબ પ્રશંસા મળી રહી છે. ધનશ્રી વર્મા જેબરા પ્રિંટ ડ્રેસમાં જોવા મળી જ્યારે યુજવેંદ્ર ચહલનો લૂક પણ ખૂબ શાનદાર લાગી રહ્યો છે. હાલ બંન્ને કપલ તેમનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.