‘લોસ્ટ’માં મીડિયા રિપોર્ટર બની Yami Gautam, પોતાનાં પાત્ર માટે શીખી રહી છે મીઠી ભાષા

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) પહેલીવાર કોઈ ફિલ્મમાં મીડિયા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળશે, જ્યાં અભિનેત્રીના ચાહકો તેમની આ સ્ટાઈલ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

'લોસ્ટ'માં મીડિયા રિપોર્ટર બની Yami Gautam, પોતાનાં પાત્ર માટે શીખી રહી છે મીઠી ભાષા
Yami Gautam
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 21, 2021 | 7:28 AM

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) આજકાલ પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ તાજેતરમાં ફિલ્મ નિર્માતા આદિત્ય ધર (Aditya Dhar) સાથે લગ્ન કર્યા છે. ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ પોતાની આગામી ફિલ્મ ‘લોસ્ટ’ ‘Lost’ ની જાહેરાત કરી હતી, જે બાદ અભિનેત્રી હવે આ ફિલ્મના શૂટિંગ માટે કોલકાતા પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં અભિનેત્રી ક્રાઈમ રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળશે.

ચાલો તમને જણાવીએ કે, આ પાત્રને શ્રેષ્ઠ રીતે ભજવવા માટે, અભિનેત્રી સતત બંગાળી ભાષા શીખી રહી છે. જ્યાં તે પોતાના રોલ માટે કોઈ કસર છોડવા માંગતી નથી. અભિનેત્રી ઇચ્છે છે કે તે તેમના પાત્રના દરેક ધબકારાને પકડે અને તેના પર સખત મહેનત કરે, જેના કારણે તેમને આ ફિલ્મ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહી. અભિનેત્રી શરૂઆતથી જ તેના શ્રેષ્ઠ અભિનય માટે પ્રેક્ષકો અને વિવેચકોમાં ચર્ચામાં રહી છે. જ્યાં તેમને પડદા પર જોવાનું દર્શકો ખુબ પસંદ કરે છે.

અભિનેત્રીએ તેમના પાત્ર વિશે પણ વાત કરી છે, તેમનું કહેવું છે કે “પાત્રને અપનાવવું અને પછી તેને પડદા પર દર્શાવું એક કલાકારનું અસલી કામ હોય છે. જેના કારણે હું મારા પાત્રની ભાષા પર વધુ કામ કરી રહ્યી છું કે મારા આ નવા પાત્ર માટે આ સૌથી મહત્વની બાબત છે. હું ઈચ્છુ છું કે અહીં પ્રાદેશિક ઉચ્ચારણ અથવા બોલીને યોગ્ય રીતે પકડી શકું. આ જ કારણ છે કે હું સતત મારા બંગાળી ક્રૂ સાથે તેમની જ ભાષામાં વાત કરું છું, જેથી હું તેમની નાની નાની બારીકાઈને વધુ ઉડાણપૂર્વક સમજી શકું કારણ કે કોઈપણ ભાષાને સમજવા માટે તમારે તેને બોલવું સૌથી વધુ જરુરી છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ઘણી વાર તેના પાત્રને લઈને એટલી સજાગ રહે છે, જ્યાં અભિનેત્રી તેની અન્ય ફિલ્મમાં પણ હરિયાણામાં રહેતી મહિલાનું પાત્ર ભજવવાની છે. જ્યાં તે ફિલ્મ માટે હરિયાણાની ભાષા અને ટોન પણ શીખી રહી છે. અભિનેત્રીની ફિલ્મ લોસ્ટનું નિર્દેશન અનિરુદ્ધ રોય ચૌધરી કરી રહ્યા છે. આ ફિલ્મમાં આપણેને મીડિયા વિશે જોવાનું મળશે. બીજી બાજુ, જો આપણે યામી ગૌતમના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં તેમની ફિલ્મો “ભૂત પોલીસ” અને “એ થર્સડે” માં જોવા મળશે.

આ પણ વાંચો :- Big News: અક્ષયની બેલ બોટમથી લાગ્યું અરબ દેશોને મરચું, સાઉદી અરબ, કતાર અને કુવૈતમાં ફિલ્મ પર પ્રતિબંધ

આ પણ વાંચો :- K.G.F Chapter-2 ના સાઉથ સેટેલાઈટ રાઈટ્સની થઈ રેકોર્ડ કમાણી, તો પણ મેકર્સએ છુપાવી ડીલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati