World Theatre Day 2021: જાણો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવાની શરૂઆત ક્યારે થઈ

વર્ષ દરમિયાન અનેક દિવસ ઉજવાય છે, જેમાં 27 માર્ચના દિવસને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની શરૂઆત ઈ.સ 1961થી થઈ હતી.

World Theatre Day 2021: જાણો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવાની શરૂઆત ક્યારે થઈ
File Image
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 27, 2021 | 8:02 PM

વર્ષ દરમિયાન અનેક દિવસ ઉજવાય છે, જેમાં 27 માર્ચના દિવસને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની શરૂઆત ઈ.સ 1961થી થઈ હતી. આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા (આઈટીઆઈ) દ્વારા 1962માં વિશ્વ થિયેટર દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી રંગભૂમિ સાથે સંકળાયેલા તમામ લોકો અને કલાકાર કરતા હોય છે. અનેક રંગમંચની સંસ્થાઓ દ્વારા ખાસ પ્રકારના કાર્યકમ કે સ્પર્ધાનું આયોજન પણ થાય છે.

વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ આ દિવસે દર ચાર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલ્મપિક યોજાય છે. જે છેલ્લે 2018માં યોજાયુ હતુ. કહેવાય છે, દરેક વ્યકિતમાં કોઈને કોઈ કલાકાર હોય છે, વ્યકિત પોતાની અંદર રહેલી અનોખી કલાને ઓળખવાની અને તેને બહાર લાવવા માટેની તકની જરૂર હોય છે. વ્યકિત પોતાની અંદર રહેલી કલાને ઓળખે અને બહાર લાવવાની તક મળે તો સારો કલાકાર બની શકે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

થિયેટર એટલે રંગમંચને પ્રોત્સાહન માટે કલા અને કલાકારને પ્રોત્સાહન જરૂરી બને છે. મનોરંજન અને સંદેશ માટેને શ્રેષ્ઠ માધ્યમ થિયેટર માનવામાં આવે છે. લોકજાગૃતિ માટે રંગમંચ પ્રબળ માધ્યમ સાબિત થાય છે. કલાકારો સજીવની સાથે સાથે નિર્જીવનું પણ પાત્ર ભજવે છે. રંગમંચમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા કલાકારોને તેની સાથે વધુ સર્તકતા કેળવવાની ફરજ પડી છે. ટેકનોલોજીથી કેટલીક વખત સરળ તો કેટલીક વખત પડકારજનક પાત્ર કલાકાર ભજવે છે.

અગાઉ કોઈ એક સેટ તૈયાર કરવા અનેક વસ્તુઓ, વધુ લોકો અને સમય લાગતો ત્યાં હાલના સમયે માત્ર સ્ક્રિનથી જે-તે દ્રશ્ય દર્શાવી શકાય છે. કેટલાક વર્ષોથી રંગમંચ માટેની ખાસ શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થાઓ પણ કાર્યરત છે. જેના કારણે નવા કલાકારો અને તેમને વધુ શીખવા તક મળી રહે છે. આજનું કલાવિશ્વ મંચથી લઈને સિનેમેકસથી આગળ વેબપોર્ટલ અને ઓટીટી પ્લેટફોર્મ સુધી વિસ્તરી ગયુ છે. ત્યારે એવુ ચોકકસ કહી શકાય કે કલાને કોઈ સિમાડા નડતા નથી.

કોરોના કાળની અસરથી કોઈ ક્ષેત્ર બાકાત નથી, તેમ રંગમંચમાં કોરોનાની અસર જોવા મળે છે. અન્ય વેપાર, શિક્ષણની જેમ રંગમંચના કલાકારો પણ ઓનલાઈન જોડાઈને કલા રજુ કરતા હોય છે. કલાકાર અમર થતો નથી, પણ તેની કલા અમર રહે છે. દરેક માણસ પોતાની અંદરના કલાકારને જીવતો રાખે, ધબકતો રાખે તેવી આજના વિશ્વ રંગભૂમિ દિવસની સૌને શુભેચ્છાઓ.

આ પણ વાંચો: World Theatre Day 2021: વિશ્વ રંગભૂમિ દિવસે ભવાઈ મંડળીની સરકાર પાસે સહાય માટે ગુહાર

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">