‘મિશન મંગલ’ ફિલ્મમાં આ 5 મહિલા વૈજ્ઞાનિકોની છે કહાણી જેના લીધે ઈસરોને મળી સફળતા

'મિશન મંગલ' ફિલ્મમાં આ 5 મહિલા વૈજ્ઞાનિકોની છે કહાણી જેના લીધે ઈસરોને મળી સફળતા

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ આવી રહી છે અને તેનું ટ્રેલર પણ રિલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં મહિલાઓની ભૂમિકા કેવી રીતે મિશન મંગલને સફળ બનાવવામાં રહી તેની કહાણી રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં પાંચ મહિલા વૈજ્ઞાનિકો માટે પાંચ અભિનેત્રીઓ ફિલ્મમાં છે. જેમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ અને નિત્યાનો સમાવેશ થાય છે. […]

TV9 WebDesk8

|

Jul 19, 2019 | 2:25 PM

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ આવી રહી છે અને તેનું ટ્રેલર પણ રિલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં મહિલાઓની ભૂમિકા કેવી રીતે મિશન મંગલને સફળ બનાવવામાં રહી તેની કહાણી રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં પાંચ મહિલા વૈજ્ઞાનિકો માટે પાંચ અભિનેત્રીઓ ફિલ્મમાં છે. જેમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ અને નિત્યાનો સમાવેશ થાય છે.

આ ફિલ્મ તો મહિલા વૈજ્ઞાનિકો વિશે વાત કરશે જ પણ આપણે એક પછી એક એ પાંચ મહિલા વૈજ્ઞાનિકો વિશે જાણીએ જેની મહેનતના લીધે મિશન મંગલને સફળતા મળી અને ભારતનું નામ રોશન થયું .

1. મીનલ સંપત મીનલ સંપતે સિસ્ટમ એન્જીનિયર તરીકે આ મિશન મંગલને લીડ કર્યું હતું. મિનલે સતત 18-18 કલાક સુધી આ મિશન માટે સતત 2 વર્ષ સુધી ભોગ આપ્યો. તેઓ 500 વૈજ્ઞાનિકની ટીમને લીડ કરતાં હતા. આમ એક મહિલા તરીકે તેમને મોટી જવાબદારી સંભાળી હતી.

2. રિતુ કરિધલ રિતુ કરિધલ 18 વર્ષની ઉંમરથી ઈસરોમાં કામ કરી રહ્યાં છે. તેમના પોતાના નાના બાળકોના ઉછેરની સાથે આ મિશન માટે સતત કામ કરીને ભોગ આપ્યો છે. રિતુને પહેલાથી અંતરિક્ષમાં જવાનો શોખ હતો અને તેમને ઈસરોમાં જોબ માટે એપ્લાય કર્યું હતું. જોબ મળી અને ઈસરોમાં તેમને મિશન મંગલ માટે મોટી જવાબદારી નિભાવી.

3. નંદિની હરિનાથ નંદિની હરિનાથ ઈસરોમાં રોકેટ વૈજ્ઞાનિક છે. તેઓ 20 વર્ષથી ઈસરોની સાથે કામ કરી રહ્યાં છે. મિશન મંગલમાં પણ તેમને ખાસ્સું એવું યોગદાન આપ્યું છે.

4. અનુરાધા ટિકે આંધ્રપ્રદેશના વતની અનુરાધા ટિકે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઈસરોમાં કામ કરે છે. તેઓ બાળપણથી નીલ આર્મ સ્ટ્રોંગથી પ્રભાવિત હતા અને તેમને અવકાશક્ષેત્રે કામ કરવું હતું. તેમને 1982માં ઈસરોની સાથે કામ કરવાનું શરુ કર્યું અને આજે તેઓ મોટા જવાબદારી સાથે કામ કરી રહ્યાં છે.\

5. મૌમિતા દત્તા મૌમિતા દત્તા મિશન મંગલમાં પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ પર રહ્યા છે. તેઓએ કોલકત્તા યુનિવર્સિટીમાંથી ફિઝીક્સનો અભ્યાસ કર્યો છે. તેઓનું યોગદાન મિશન મંગલમાં રહ્યું છે.

આમ આ મહિલાઓની યશગાથા મિશન મંગલ નામના ફિલ્મમાં બતાવવામાં આવશે. જેમાં અક્ષય કુમાર પણ અભિનય કરશે. ભારતે કેવી રીતે મિશન મંગલને પાર પાડ્યું તેની કહાણી આ ફિલ્મમાં જોવા મળશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati