Brain Strokeથી સાજા થવા માટે રાહુલ રોય મ્યુઝિક થેરેપીનાં સહારે, શેર કર્યો વીડિયો

રાહુલ રોયને નવેમ્બર મહિનામાં મગજની તકલીફ થઈ હતી, ત્યારબાદ હવે તે મ્યુઝિક થેરેપી લઈ રહ્યો છે. ગુરુવારે અભિનેતાએ સોશિયલ મીડિયા પર વીડિયો તેના ચાહકો માટે શેર કર્યો

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:49 PM

બોલીવુડ અભિનેતા રાહુલ રોયને ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મગજની તકલીફ થઈ હતી, ત્યારબાદ હવે તે Music Therapy લઈ રહ્યો છે. ખરેખર, તે આ ઉપચાર તેમની બહેન પ્રિયંકા સાથે લઈ રહ્યા છે. ગુરુવારે અભિનેતાએ સોશિયલ મીડિયા પર વીડિયો તેના ચાહકો માટે શેર કર્યો હતો.

બ્રેઇન સ્ટ્રોકની રિકવરી સરળ નથી – રાહુલ રોય

આ વીડિયોમાં રાહુલ તેની બહેન પ્રિયંકા સાથે સરગમ ગાતો નજરે પડે છે. આ વીડિયોને શેર કરતાં રાહુલે તેના ચાહકોને કહ્યું કે, “હું આશા રાખું છું કે તમારો મારો આ રિકવરી વીડિયો ગમશે. મગજ સ્ટ્રોકની રિકવરી સરળ નથી. ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. મારી બોલવાની રીતમાં બદલાવ આવી ગયો છે અને સંગીત ઉપચાર તેને રિકવરી કરવામાં સહાય કરશે. ”

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy)

ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટ્રોક થયો હતો

તેમણે વધુમાં કહ્યું, “હું આ ઉપચાર મારી બહેન પ્રિયંકા સાથે લઈ રહ્યો છું. આમાં સમય અને મહેનત બંને લાગશે, તમે જલ્દી જ મને ઝડપથી વાત કરતા જોશો.” તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે કારગિલમાં એલએસી લાઇવ બેટલ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. જે બાદ તેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેમની તબિયતમાં સુધારો થયા પછી, 7 જાન્યુઆરીએ ડોકટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">