શું વરુણ આ મહીને બાળપણની મિત્ર નતાશા સાથે કરશે લગ્ન ?

શું વરુણ આ મહીને બાળપણની મિત્ર નતાશા સાથે કરશે લગ્ન ?

વરુણ ધવન છેલ્લા કેટલાય સમયથી નતાશા દલાલ સાથે રિલેશનશિપમાં છે. મેળેલી માહિતી અનુસાર બંને આ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 13, 2021 | 10:45 AM

વરુણ ધવન છેલ્લા કેટલાય સમયથી નતાશા દલાલ સાથે રિલેશનશિપમાં છે. મળેલી માહિતી અનુસાર બંને આ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે. વરુણ અને નતાશાના લગ્ન અલીબાગની એક ફાઈવસ્ટાર હોટેલમાં થવા જઈ રહ્યા છે. જેનું બુકિંગ પણ થઇ ગયું છે. તેમજ વરુણ આ હોટેલની મુલાકાત પણ લઇ ચુક્યા છે. વરુણ અને નતાશાના લગ્નમાં હાજરી આપવાવાળા 200 મહેમાનોની લિસ્ટ પણ બની ગઈ છે. મળેલી માહિતી મુજબ વરુને હોટેલ બૂક કરાવીને એડવાન્સ રકમ પણ આપી દીધી છે. ઉપરાંત 200 મહેમાનોની લિસ્ટ પણ તૈયાર થઇ ગઈ છે. જોકે હજુ તેમણે લગ્નની તારીખ જાહેર કરી નથી.

varun dhawan natasha dalal marriage

સગાઈ સંબંધમાં અગાઉ જ બંધાઈ ગયા છે

સગાઈ સંબંધમાં અગાઉ જ બંધાઈ ગયા છે વરુણ ધવન અને ફેશન ડિઝાઈનર નતાશા દલાદની સગાઇ અગાઉ થઇ ગઈ છે. હમણા જ કરીનાએ તેના શો ‘વ્હોટ વૂમન વોન્ટ’માં નતાશાને વરુણની મંગેતર કહીને સંબોધી હતી. આ શોમાં વરુણે ભાગ લીધો હતો. વરુણ અને નતાશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 2020માં તેઓ લગ્નસંબંધમાં જોડાવાના હતા.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

વરુણ નતાશા બાળપણના મિત્રો

વરુણ ધવને કરીનાના શોમાં કહ્યું કે “પહેલી વાર તેઓ નતાશાને મળ્યા ત્યારે છઠ્ઠા ધોરણમાં હતી. ત્યારથી તેઓ એકબીજાને ડેટ નથી કરી રહ્યા છે. 11 કે 12 ધોરણ સુધી અમે માત્ર ખાસ મિત્રો હતા.” એટલે કે ઘણા સમય બાદ તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું. વરુણે રેડિયો શોમાં કહ્યું “તેણે મને ત્રણ-ચાર વાર રિજેક્ટ કર્યો હતો, પણ મેં આશા નહોતી છોડી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati