શું આમિર ખાન પ્રખ્યાત ગીતકાર ગુલઝારના બંગલા પાસે પાલી હિલમાં શિફ્ટ થશે ??

આમિર ખાન (Aamir Khan) ટૂંક સમયમાં જ કરીના કપૂર ખાન અને નાગા ચૈતન્ય સાથે બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. તે અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત ટોમ હેન્ક્સ અભિનીત હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે.

શું આમિર ખાન પ્રખ્યાત ગીતકાર ગુલઝારના બંગલા પાસે પાલી હિલમાં શિફ્ટ થશે ??
Aamir Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:47 PM

આમિર ખાન (Aamir Khan) બોલિવૂડના (Bollywood) શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. અનેક ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવાનું ખુબ જ પસંદ કરે છે. તેની ફિલ્મોની પસંદગી હોય કે અભિનય, દરેક વસ્તુ ચાહકો સાથે તાલ મિલાવતી હોય છે. અભિનેતાએ જ્યારથી તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની જાહેરાત કરી ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. જો કે, આ ફિલ્મની રિલીઝ બે વખત પોસ્ટપોન થઈ હતી પરંતુ હાલમાં તેનું જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. અભિનેતા હવે ફરી એકવાર હેડલાઇન્સમાં એક અલગ કારણથી છે. લેટેસ્ટ ન્યુઝ એ છે કે આમિર પાલી હિલમાં (Mumbai) નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે આમિર ખાન !!

હા, તમે તે સાચું સાંભળ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આમિર ખાન નવરોઝમાં એક એપાર્ટમેન્ટ શોધી રહ્યો હતો, જે આવનારા દિવસોમાં પાલી હિલમાં સૌથી વૈભવી બાંધકામોમાંથી એક હશે. આ બાંધકામનું એક મુખ્ય આકર્ષણ એ છે કે તે તેના પરિસરની દિવાલો ગુલઝારના બંગલા સાથે જોડાયેલી છે. જો કે, આમિરે હજુ સુધી આ ડીલ લૉક કરી નથી. પરંતુ તે તેના હાલના રહેઠાણને બહુ જલ્દી બદલવાનું વિચારી રહ્યો છે.

વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, કોવિડ-19 અને અન્ય કારણોસર ઘણી વખત વિલંબ થયા પછી, ફિલ્મ આખરે આગામી તા. 11મી ઓગસ્ટે તેની શાનદાર રજૂઆત માટે તૈયાર છે. આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ તેની માતાએ આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જોઈ લીધી છે. જેના વિશે આમિર ખાને પોતે જણાવ્યું છે. આમિર ખાને ખુલાસો કર્યો છે કે, તેની માતા ઝીનત હુસૈન તેની ફિલ્મો પર કેવી પ્રતિક્રિયા આપે છે જે તેને પસંદ નથી.

અભિનેતાએ એ પણ શેર કર્યું છે કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ની ટેસ્ટ સ્ક્રીનિંગ જોયા પછી તેની માતાએ કેવી પ્રતિક્રિયા આપી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, આમીરની માતાને આ ફિલ્મ પસંદ આવી નથી.

આમિરની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે

આમિરની આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર ખાન જોવા મળશે. આ ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. તેનું શૂટિંગ અનેક લોકેશન પર કરવામાં આવ્યું છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">