83 Box Office Collection: શું રણવીર સિંહની આ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકશે ?

ઘણા રાજ્યોમાં કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, જેના કારણે દિલ્હી અને હરિયાણા સરકાર પહેલાથી જ સિનેમા હોલ બંધ કરવાની જાહેરાત કરી ચૂકી છે.

83 Box Office Collection: શું રણવીર સિંહની આ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકશે ?
Ranveer Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 3:38 PM

83 Box Office Collection:  રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)  સ્ટારર ફિલ્મ ’83’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઘણા રાજ્યોએ આંશિક લોકડાઉન (Mini Lockdown) જાહેર કર્યું હોવા છતાં ફિલ્મનું બોક્સ ઓફિસ સારૂ પરફોર્મન્સ જોવા મળી રહ્યુ છે અને ફિલ્મના કલેક્શનમાં (Box Office Collection) બીજા સપ્તાહમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પ્રખ્યાત જીત પર આધારિત છે, તે ભારતીય ક્રિકેટ ટીમની સફર દર્શાવે છે. જેનું નેતૃત્વ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) કર્યું હતું.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

બીજા વીકએન્ડ પર ફિલ્મના કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો

જો કે રિલીઝના પહેલા રવિવારે ફિલ્મની કમાણીમાં ખુબ નુકસાન થયું હતું, ત્યારે કેટલાક લોકોએ ધારણા કરી હતી કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકશે નહીં. જોકે રિલીઝના બીજા વીકએન્ડ પર ફિલ્મના કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે. હવે આ ફિલ્મે ભારતમાં 90 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને સદી ફટકારવાથી માત્ર થોડા જ અંતર દૂર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે વર્લ્ડ વાઈડમાં લગભગ 150 કરોડનો બિઝનેસ કર્યો છે.

જાણો ફિલ્મે રિલીઝના દસમા દિવસે કેટલી કમાણી કરી?

અહેવાલો અનુસાર રિલીઝના દસમા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે લગભગ 9થી 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, ત્યારબાદ ફિલ્મની કુલ કમાણી 92થી 93 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મે શનિવારે લગભગ 7.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જો કે પ્રથમ સપ્તાહની સરખામણીમાં ફિલ્મનું પ્રદર્શન સારું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેના કારણે દિલ્હી અને હરિયાણા સરકારે પહેલેથી જ સિનેમા હોલ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય ઘણા રાજ્યોમાં સિનેમા હોલ કડક કોરોના નિયમો સાથે ખોલવામાં આવી રહ્યા છે. જેથી ફિલ્મની કમાણી પર હાલ ખરાબ અસર પડી રહી છે.

આ પણ વાંચો : Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">