દિલ્હીમાં કોના કપડા ઉધાર માંગીને પહેર્યા હતા Amitabh Bachchanએ અને શા માટે? જાણો પુરો કિસ્સો

હિન્દી સિનેમાનો આવો જ એક ચહેરો જેણે દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવામાં કોઈ કસર છોડી નથી, તે છે અમિતાભ બચ્ચન. સદીના સુપરહિરોએ અત્યાર સુધીમાં ઘણી મોટી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'જંજીર', 'શહંનશાહ', 'દિવાર', 'મોહબ્બતે', 'કભી ખુશી કભી ગમ' જેવી ઘણી ફિલ્મો શામેલ છે.

દિલ્હીમાં કોના કપડા ઉધાર માંગીને પહેર્યા હતા Amitabh Bachchanએ અને શા માટે? જાણો પુરો કિસ્સો
Amitabh Bachchan
Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

May 15, 2021 | 5:34 PM

હિન્દી સિનેમાનો આવો જ એક ચહેરો જેણે દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવામાં કોઈ કસર છોડી નથી, તે છે અમિતાભ બચ્ચન. સદીના સુપરહિરોએ અત્યાર સુધીમાં ઘણી મોટી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘જંજીર’, ‘શહંનશાહ’, ‘દિવાર’, ‘મોહબ્બતે’, ‘કભી ખુશી કભી ગમ’ જેવી ઘણી ફિલ્મો શામેલ છે.

ત્યાં વાત કરીએ વર્ષ 1976ની જ્યારે અમિતાભ બચ્ચન સ્ટાર બની ચુક્યા હતા. તે દિવસોમાં ભારત સરકારે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનને પદ્મ ભૂષણ એવોર્ડ દેવાની ઘોષણા કરી હતી. આ સમાહરોહમાં આખું બચ્ચન પરિવાર જોડાવા ઈચ્છતું હતું, પરંતુ સત્તાવાર રીતે માત્ર 2 લોકોને એક સાથે જવાની મંજૂરી આપવામાં આવી હતી.

બચ્ચન પરિવારે નક્કી કર્યું કે પિતા સાથે તેમના બે પુત્રો અમિતાભ અને અજિતાભ જાશે. એટલું જ નહીં તેવું પણ નક્કી કરાયું હતું કે ત્રણેય કાળા રંગના સૂટ પહેરીને ત્યાં જશે. શુટ શિવડાવા માટે ખાસ તોર પર ટેલરને બોલાવામાં આવ્યો.

જયા બચ્ચને જવાબદારી લીધી કે તે ત્રણેયની પેકિંગ જાતે કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે દિવસે હરિવંશ રાય બચ્ચન, અમિતાભ અને અજિતાભ મુંબઈથી દિલ્હી જવા રવાના થયા હતા, ત્યારે અજિતાભની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેમનું જવાનું કેન્સલ કરાયું હતું.

અમિતાભ બચ્ચન તેમના પિતા સાથે દિલ્હી પહોંચ્યા, જ્યારે હોટલમાં તેમણે પોતાનું શુટ કાઢ્યું, ત્યારે અમિતાભના હોશ ઉડી ગયા કારણ કે જયા બચ્ચને અજિતાભનું શુટ અમિતાભના સુટકેસમાં રાખી દીધુ હતું. અજીતાભની પેન્ટ અમિતાભ માટે ખૂબ ટૂંકી હતી. ત્યારે જ તેમને તેમના મિત્ર રાજીવ ગાંધીની યાદ આવી.

અમિતાભે રાજીવને ફોન કરીને આખી વાત કહી દીધી, જેના થોડાક સમય પછી તરત જ રાજીવ ગાંધીએ પોતાનો કુર્તા પાયજામા અને શાલ અમિતાભ માટે મોકલ્યા. અમિતાભ તેને જ પહેરીને પિતા સાથે સમારોહમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો :- બહેન ખુશી સાથે મુંબઈના માર્ગો પર સાયકલીંગની મજા લેતી દેખાઈ Janhvi Kapoor, જુઓ વાયરલ ફોટા

આ પણ વાંચો :- Madhuri Dixit Birthday: જાણો ક્યારે અને ક્યાં થઈ હતી માધુરી અને ડૉ. નેનેની પહેલી મુલાકાત, ફિલ્મી છે બંનેની લવ સ્ટોરી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati