Anupam Kher એ ઘરમાંથી પૈસા ચોરી કર્યા ત્યારે તેની માતાએ બોલાવી હતી પોલીસ, જાણો સમગ્ર મામલો

Anupam Kher એ ઘરમાંથી પૈસા ચોરી કર્યા ત્યારે તેની માતાએ બોલાવી હતી પોલીસ, જાણો સમગ્ર મામલો
Anupam Kher and his mother

એક ઈન્ટરવ્યુમાં અનુપમ ખેરે ખુલાસો કર્યો હતો કે, ઓડિશન માટે તેના માતા-પિતા પાસે પૈસા માંગવાની તેની હિંમત નહોતી. જેથી તેણે ઘરેથી પૈસા ચોર્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 07, 2022 | 1:34 PM

Anupam Kher Birthday : બોલિવૂડ એક્ટર અનુપમ ખેર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું (Bollywood Industry) જાણીતું નામ છે અને તેના અભિનયના લાખો ચાહકો છે. અભિનેતા(Anupam Kher)  મોટાભાગે આજની પેઢીના કલાકારો સાથે પિતાની ભૂમિકા ભજવતો જોવા મળે છે.

અનુપમ ખેર સોશિયલ મીડિયા (Social Media) પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના વીડિયો શેર કરતા જોવા મળે છે. તેણે પોતાની સાથે જોડાયેલી સ્ટોરી પણ તેના ફેન્સ સાથે શેર કરતા જોવા મળે છે,ત્યારે આજે અનુપમ ખેરના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતોથી તમને અવગત કરીશુ.

અનુપમ ખેરે કર્યો ખુલાસો

અગાઉના એક ઈન્ટરવ્યુમાં અનુપમ ખેરે ખુલાસો કર્યો હતો કે ઓડિશન (Audition) માટે તેના માતા-પિતા પાસે પૈસા માંગવાની તેની હિંમત નહોતી. જેથી તેણે ઘરેથી પૈસા ચોર્યા હતા. આ ઓડિશનમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ માટે 200 રૂપિયાની સ્કોલરશિપનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જો કે, બાદમા તેની માતાને આ વિશે જાણ થઈ, ત્યારબાદ તેણે અનુપમ ખેરને થપ્પડ મારી અને એટલું જ નહીં, આ મામલામાં પોલીસને પણ સામેલ કરી.

તમને જણાવી દઈએ કે,અનુપમ ખેરે તેમનું શાળાકીય શિક્ષણ શિમલાથી પૂર્ણ કર્યું.બાદમાં થિયેટર માટે તેણે ચંદીગઢ પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ છોડી દીધો. જે બાદ તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. અનુપમ ખેરે ‘આગમન’ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

આ ફિલ્મોમાં કામ કર્યુ છે અનુપમ ખેરે

આ પછી તે તેઝાબ, રામ લખન, પરિંદા, ચાલબાઝ, સૌદાગર, ડર, રેફ્યુજી, પહેલે, એ વેનડે, જબ તક હૈ જાન, ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 2018માં હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અનુપમ ખેરે કહ્યું હતુ કે,’હું રમતગમતમાં કંઈ ખાસ નહોતો, એકમાત્ર ક્ષેત્ર જેમાં હું સારો હતો તે નાટક હતું જ્યારે મારી હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદગી થઈ ત્યારે હું સરકારી કોલેજમાં અભ્યાસ કરતો હતો.

વધુમાં તેણે કહ્યુ કે, ‘હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રવેશ લીધો. આ દરમિયાન મેં પંજાબ યુનિવર્સિટી ચંદીગઢની ભારતીય રંગભૂમિની એડ જોઈ, જેમાં વિદ્યાર્થીઓને વોક-ઈન ઓડિશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને 200 રૂપિયાની શિષ્યવૃત્તિનું પણ કહેવામાં આવ્યું હતું. મારી પાસે પૈસા નહોતા અને મારા માતા-પિતાને આ માટે પૂછવાની મારામાં હિંમત નહોતી. એટલા માટે મેં મંદિરમાં રાખેલા પૈસાની ચોરી કરી.’

આ પણ વાંચો : Anupam Kher Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે અનુપમ ખેર, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati