જ્યારે Amitabh Bachchanએ ઇંદિરા ગાંધીને કહ્યુ કે, ‘આંટી હું સુઇ નથી શક્તો’, જાણો શુ કહ્યુ ઇંદિરા ગાંધીએ ?

કુલી (Coolie) ફિલ્મની શુટિંગ દરમિયાન ઘાયલ થયેલા અમિતાભને મળવા પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધી મુંબઇ પહોંચ્યા હતા.

  • tv9 webdesk39
  • Published On - 11:37 AM, 3 Apr 2021
જ્યારે Amitabh Bachchanએ ઇંદિરા ગાંધીને કહ્યુ કે, 'આંટી હું સુઇ નથી શક્તો', જાણો શુ કહ્યુ ઇંદિરા ગાંધીએ ?

મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કેટલી વાર મોતના મુખમાંથી પાછા ફર્યા છે એ તો બધાને ખબર જ છે. તેઓ શૂટિંગ દરમિયાન કેટલીક વાર ઘાયલ થઇ ચૂક્યા છે તેમની ફિલ્મ ‘કુલી’ (Coolie) તો તમને યાદ જ હશે સાથે જ તમને યાદ હશે કુલીના સેટ પર અમિતાભ સાથે ઘટેલી ઘટના. ફિલ્મના એક ફાઇટિંગ સીન (Fighting Scene) દરમિયાન ભૂલથી પુનીત ઇસ્સરનો (Puneet Issar) મુક્કો અમિતાભના પેટમાં વાગી ગયો હતો આ ઇજા એટલી ગંભીર હતી કે અમિતાભ સામે જીંદગી અને મોતનો પ્રશ્ન ઉભો થઇ ગયો. તેઓ એટલા ગંભીર હતા કે ડોક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા.

અમિતાભ બચ્ચનનો પરિવાર ગાંધી ફેમિલી સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. જ્યારે અમિતાભના ઘાયલ થવાના સમાચાર દેશના પ્રધાનમંત્રી (Prime Minister) ઇંદિરા ગાંધી (Indira Gandhi) સુધી પહોંચ્યા તો તેઓ ખૂબ ચિંતીત થઇ ગયા. અમિતાભ ઇંદિરા ગાંધીને આંટી કહીને બોલાવતા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે અમિતાભ ઘાયલ થયા હતા ત્યારે ઇંદિરા ગાંધી અમેરિકામાં હતા. અને અમેરિકાથી જ્યારે તેઓ પોતાની યાત્રા પૂર્ણ કરીને ભારત આવ્યા ત્યારે તેઓ અમિતાભને મળવા માટે મુંબઇ પહોંચ્યા હતા. ઇંદિરા ગાંધીને જોઇને અમિતાભ બચ્ચને તેમને કહ્યુ કે ‘આંટી હુ સુઇ નથી શક્તો’ અમિતાભ બચ્ચનના આ શબ્દો સાંભળીને ઇંદિરા ગાંધીએ કહ્યુ કે ‘ચિંતા ના કરશો ક્યારેક ક્યારેક હુ પણ નથી સુઇ શક્તી’

તમને જણાવી દઇએ કે આ ઘટનાને કારણે અમિતાભ બચ્ચન કોમામાં પણ જતા રહ્યા હતા અને ડૉક્ટરોએ તેમને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધા હતા. અમિતાભ બચ્ચન ગંભીર હોવાની વાત જેવી દેશમાં ફેલાઇ ગઇ કે લોકો તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા તેમના કેટલાક ચાહકોએ તો તેમના સ્વાસ્થ્ય માટે હવન, પુજા કરાવવાનું ચાલુ કરી દીધુ હતુ. અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એટલી બધી હતી કે હોસ્પિટલની બહાર હજારો સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા

આ ઘટનાની અસપ પુનિત ઇસ્સારના જીવન પર પણ છાપ છોડી ગઇ. ભૂલથી વાગી  ગયેલા એક પંચના કારણે જે પણ કંઇ ઘટના બની તેને કારણે પુનિતના હાથમાંથી 7 થી 8 ફિલ્મો નિકળી ગઇ. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતુ કે અમિતાભની ગંભીર હાલત પાછળ તેઓ પોતાને જવાબદાર માને છે અને હજી પણ તેમને આ વાતનો અફસોસ છે સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે આ ઘટના બાદ જ્યારે તેઓ અમિતાભને મળ્યા ત્યારે અમિતાભે તેમના ખભા પર હાથ મુકીને એવી રીતે વાત કરી કે જાણે કઇ થયુ જ ના હોય.