બોલીવુડમાં ‘આઉટસાઈડર્સ’ માટે શું પ્લાનિંગ કરી રહી છે Taapsee Pannu?

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) અભિનય બાદ હવે પ્રોડક્શનમાં પોતાનો હાથ અજમાવશે. આજે તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે.

બોલીવુડમાં 'આઉટસાઈડર્સ' માટે શું પ્લાનિંગ કરી રહી છે Taapsee Pannu?
Taapsee Pannu
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 15, 2021 | 6:29 PM

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પોતાના અભિનયથી દરેક વખતે ચાહકોનું દિલ જીતી લે છે. તેમની ફિલ્મોને સારી પસંદ કરવામાં આવે છે. તાપસીની ફિલ્મોની સ્ટોરી એકદમ અલગ હોય છે, જેના માટે તેમને સખત મહેનત કરવી પડે છે. બોલિવૂડમાં એક દાયકાથી વધુ સમય કામ કર્યા પછી હવે તાપસીએ નિર્માતા બનવાનું નક્કી કર્યું છે.

તાપસી પન્નુએ આજે ​​તેમનું પ્રોડક્શન હાઉસ આઉટસાઇડર્સ ફિલ્મ્સ લોન્ચ કર્યું છે. જે અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. આ પ્રોડક્શન હાઉસ માટે તાપસીએ પ્રાંજલ ખંઢડિયા સાથે હાથ મિલાવ્યો છે. પ્રાંજલ સુપર 30, પીકુ, સૂરમા જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચુક્યા છે. તે તાપસીની ફિલ્મ રશ્મિ રોકેટને પણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

અહીં જુઓ તાપસી પન્નુની પોસ્ટ

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

તપસી પન્નુએ પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા નવા ટેલેન્ટને ઉદ્યોગમાં લાવવાની તૈયારી કરી લીધી છે. તે પોતે એક આઉટસાઈડર છે અને બોલિવૂડમાં હવે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. હવે તે તેના પ્રોડક્શન હાઉસ દ્વારા બહારના લોકોને તક આપશે.

પ્રોડક્શન હાઉસ વિશે ખૂબ ખુશ છે

તાપસી પન્નુ તેમના પ્રોડક્શન હાઉસને લઈને ખૂબ ઉત્સાહિત છે. તેમણે એક વાતચીતમાં કહ્યું કે હું જાણતી હતી કે ડાયરેક્શન કરવું મારી બસની વાત નથી. હું પ્રોડક્શન કરી શકું છું. એક અભિનેતા હોવાને કારણે મને અભિનય કરવો ખુબ ગમે છે.

જ્યારે હું સેટ પર હોઉં છું, ત્યારે હું બીજી કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. તેથી હવે જ્યારે મારી પાસે પાર્ટનર છે, જે ગ્રાઉન્ડ પરનું કામ સંભાળી શકે છે અને હું મારી જોબ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું, તો હું મારું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવા જઈ રહી છું. તાપસીએ વધુમાં કહ્યું કે, જ્યારે પ્રાંજલે મને તેમની સાથે પાર્ટનરશીપ માટે પૂછ્યું ત્યારે મેં બે વાર પણ વિચાર્યું નહીં અને હા કહી દીધી. તે પછી મને જરા પણ સ્ટ્રેસ ન પડ્યું અને ખુશીથી નિર્માતાનો ટેગ મેળવ્યો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તાપસીની ફિલ્મ હસીન દિલરુબા રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્રાંત મેસી (Vikrant Massey) અને હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ સિવાય તાપસી લૂપ લપેટા (Looop Lapeta), રશ્મિ રોકેટ (Rashmi Rocket), શાબાશ મીટ્ઠૂ (Shabaash Mithu) અને દોબારામાં જોવા મળશે. તે તેમના પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ મહેનત કરી રહી છે.

આ પણ વાંચો: RRR Viral Video: આરઆરઆર દ્વારા ચાહકો માટે મેગા ટ્રીટ તરીકે મેકિંગ વીડિયો લોન્ચ, ફિલ્મના તમામ સુપરસ્ટારની ઝલક બતાવવામાં આવી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati