(The Archies )નું ટ્રેલર નેટફ્લિક્સ (Netflix)પર આવી ગયું છે તેની સાથે જ સુહાના ખાન (Suhana khan)અને ખુશી કપૂરના(Khushi kapoor) ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ઝોયા અખ્તરે ખુશી કપૂર અને સુહાના ખાન સાથે એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ છે ‘The Archie’s’. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનને જોવા માટેની સૌની આતુરતાનો અંત આવ્યો છે. સાથે જ બોની કપૂરની નાની દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર પણ આ ફિલ્મમાં સુહાના સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ બંનેના બોલિવૂડ ડેબ્યૂ માટેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ઝોયા અખ્તરે આ બંને સાથે ફિલ્મ બનાવીને તેનું ટીઝર પણ લોન્ચ કર્યું છે. આ ફિલ્મ ‘The Archie’s’.ના ટીઝર માં જોવા મળી રહ્યું છે કે તેમાં શાળાના યંગસ્ટર્સની વાત કરવામાં આવી છે જેઓ પિકનિક ઉપર હોય તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram
ટીઝરમાં જોવા મળી રહ્યું છે તેમ અહીં સ્કૂલના યંગસ્ટર્સ અને તેમની ફિલિંગ્સની વાત કહેવામાં આવી છે. નોંધનીય છે કે ઝોયા અખ્તર ઝિંદગી ન મિલેગી દોબારા, રોક ઓન , ગલી બોય, લસ્ટ સિરિઝ, દિલ ધડકને દો જેવી ફિલ્મનું નિર્માણ કરી ચૂક્યા છે તેંમાંથી ઘણી ફિલ્મસમાં મિત્રતાને ઉત્તમ રીતે રજૂ કરવામાં આવી છે.