ઈવેન્ટમાં વિજય સેતુપતિએ પહેર્યા ચપ્પલ તો લોકોએ કહ્યું ડાઉન ટુ અર્થ, પરંતુ તમે કિંમત જાણીને થઈ જશો હેરાન

વિજય સેતુપતિનો (Vijay Sethupathi) લેટેસ્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફરઝી વેબ સિરીઝના ટ્રેલર લોન્ચ દરમિયાન ચપ્પલ પહેરેલો જોવા મળે છે. જ્યાં એક તરફ લોકો માને છે કે તેઓ ડાઉન ટુ અર્થ છે અને માત્ર ચપ્પલ પહેરીને જ આટલી મોટી ઈવેન્ટમાં પહોંચ્યા છે. પરંતુ તેને પહેરેલા સ્લીપરની કિંમત જાણીને થઈ હેરાન જશો.

ઈવેન્ટમાં વિજય સેતુપતિએ પહેર્યા ચપ્પલ તો લોકોએ કહ્યું ડાઉન ટુ અર્થ, પરંતુ તમે કિંમત જાણીને થઈ જશો હેરાન
Shahid Kapoor - Vijay SethupathiImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 9:59 PM

શાહિદ કપૂર હાલમાં તેની અપકમિંગ વેબ સિરીઝ ફરઝીને લઈને સતત ચર્ચામાં છે. આ વેબ સિરીઝમાં ઘણા દિગ્ગજ સ્ટાર્સ એકસાથે અભિનય કરતા જોવા મળશે. સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ આ વેબ સિરીઝમાં મહત્વના રોલમાં છે. આ સિરીઝનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની કાસ્ટનો સામેલ થઈ હતી. આ દરમિયાન વિજય સેતુપતિ પણ શાહિદ કપૂર સાથે જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આવી ઈવેન્ટ્સમાં કલાકારો ફોર્મલ્સમાં આવે છે, પરંતુ વિજયનો ફોટો વાયરલ થયો હતો જેમાં તે ચપ્પલ પહેરેલો જોવા મળે છે. બધાની નજર તેના પર જ ટકેલી છે.

ફેન્સ કરી રહ્યા છે વિજય સેતુપતિના વખાણ

આજકાલ સાઉથ ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડમાં છે. બોલિવૂડને જે મુશ્કેલીઓનો સામનો સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ દ્વારા સહન કરવો પડે છે, તેનાથી વિપરીત સાઉથના સ્ટાર્સ માટે દરેક જગ્યાએ પ્રશંસા થતી જોવા મળી રહી છે. આ દરમિયાન જ્યારે ફેન્સે વિજય સેતુપતિને એક મોટી ઈવેન્ટમાં પબ્લિક પ્લેસ પર ચપ્પલ પહેરેલા જોયા, ત્યારે તેઓએ તેમના વખાણ કરવાનું શરૂ કર્યું. કોમેન્ટ બોક્સમાં લોકો કહેવા લાગ્યા કે વિજય કેટલો ડાઉન ટુ અર્થ છે તે ચપ્પલ પહેરીને આવ્યો છે. તેના માટે દરેક જગ્યાએ તેની પ્રશંસા થઈ હતી. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે જ્યાં ફેન્સ પણ મૂંઝવણમાં છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વીડિયોમાં જુઓ વિજય સેતુપતિનો આઉટફિટ

આટલી છે વિજય સેતુપતિના ચપ્પલની કિંમત

વિજય સેતુપતિએ જે ચપ્પલ પહેર્યા છે, તેની કિંમત મામૂલી નથી. ધ લલ્લનટોપના રિપોર્ટ મુજબ બર્કનસ્ટોકની વેબસાઈટ મુજબ તેની કિંમત ભારતીય રૂપિયામાં 11,990 રૂપિયા છે. હવે કલ્પના કરો કે આ કિંમતમાં 12 જોડી શૂઝ આવી શકે છે. તેથી જ કહેવાય છે કે સાઉથના સ્ટાર્સનો જલવો જ અલગ જ લેવલનું હોય છે. તેમની સ્ટાઈલ જ અલગ હોય છે.

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હાની ‘દહાડ’, દેશની પહેલી વેબ સિરીઝનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સ્ક્રિનિંગ

શાહિદની પહેલી વેબ સિરીઝ

તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરની આ વેબ સિરીઝ એટલા માટે પણ ખાસ છે કારણ કે ફેન્સને પહેલીવાર એક્ટર આ નવા રોલમાં જોવા મળશે. શાહિદની કરિયરની આ પહેલી ઓટીટી રિલીઝ વેબ સિરીઝ હશે. હવે સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર પહેલા કરતા વધુ સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનિલ કપૂર, અજય દેવગન અને મનોજ બાજપેયી જેવા સ્ટાર્સે ઓટીટી પર ધૂમ મચાવી છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શાહિદ તેની પહેલી વેબ સિરીઝથી ફેન્સને કેટલો ઈમ્પ્રેસ કરી શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">