વિદ્યુત જામવાલના ચાહકો માટે સારા સમાચાર, આ ઓટીટી પર રિલીઝ થશે ફિલ્મ ‘Sanak’

વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) ફિલ્મમાં સેંટ્રલ પાત્ર ભજવી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતાની કારકિર્દીમાં પાંચમી વખત વિપુલ શાહ સાથે ફિલ્મ કરી રહ્યા છે.

વિદ્યુત જામવાલના ચાહકો માટે સારા સમાચાર, આ ઓટીટી પર રિલીઝ થશે ફિલ્મ 'Sanak'
Sanak

વિપુલ અમૃતલાલ શાહ અને ઝી સ્ટુડિયોઝની ફિલ્મ સનક – હોપ અન્ડર સીઝ (Sanak) ભારતના સૌથી મોટા પ્રીમિયમ ઓટીટી પ્લેટફોર્મમાંના એક પર રિલીઝ થનારી બોલીવુડ ફિલ્મોની યાદીમાં જોડાઈ ગઈ છે. કનિષ્ક વર્મા દ્વારા નિર્દેશિત વિદ્યુત જામવાલ અને બંગાળી અભિનેત્રી રુક્મિણી મૈત્રની ફિલ્મ ટૂંક સમયમાં ડિઝની+ હોટસ્ટાર (Hotstar) મલ્ટિપ્લેક્સ પર સ્ટ્રીમ થશે. આ ઘોષણા સાથે નિર્માતાઓએ એક નવું પોસ્ટર પણ લોન્ચ કર્યું છે, જેમાં વિદ્યુત હાથમાં બંદૂક લઈને મિશન માટે તૈયાર જોવા મળી રહ્યા છે.

 

વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) ફિલ્મમાં સેન્ટ્રલ પાત્ર ભજવી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતાની કારકિર્દીમાં પાંચમી વખત વિપુલ શાહ સાથે ફિલ્મ કરી રહ્યા છે. થોડા મહિના પહેલા લોન્ચ કરાયેલ ‘સનક’નું રસપ્રદ પોસ્ટર દર્શકોનું દિલ જીતી લીધું છે અને હવે નવા પોસ્ટરથી પ્રેક્ષકોને ખરેખર ઉત્સુકતા મળી છે કારણ કે તેઓ આવનાર રોમાંચ અને ટ્વિસ્ટની રાહ જોઈ રહ્યા છે.

 

વિદ્યુત જામવાલ, ચંદન રોય સાન્યાલ, નેહા ધૂપિયા (Neha Dhupia) અને રુક્મિણી મૈત્ર (Rukmini Maitra) (જે બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યી છે) અભિનીત, સનક – હોપ અન્ડર સીઝ ને ઝી સ્ટુડિયો દ્વારા સનશાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી રજૂ કરવામાં આવી છે. આ વિપુલ અમૃતલાલ શાહ પ્રોડક્શન ફિલ્મ છે જે કનિષ્ક વર્મા દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

સગાઈના સમાચારોને લઈને ચર્ચામાં હતા વિદ્યુત

વિદ્યુત જામવાલે તાજેતરમાં જ નંદિતા મહેતાની સાથે સગાઈ કરી હતી. તેમની સગાઈની શૈલીને લઈને સમગ્ર મીડિયામાં સમાચાર પણ હતા, કારણ કે ભારતમાં માર્શલ આર્ટ્સના કિંગ તરીકે મશહૂર વિદ્યુત જામવાલે એક અનોખી રીતે નંદિતાને સગાઈની વીંટી પહેરાવી હતી.

 

 

વિપુલ શાહ દ્વારા નિર્દેશિત સનશાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડે કેટલાક રસપ્રદ સિનેમા સાથે દર્શકોનું મનોરંજન કર્યું છે. આ વખતે ઝી સ્ટુડિયોના સહયોગથી તેમનું પ્રોડક્શન સનક – હોપ અન્ડર સીઝ એક્શન પેક્ડ સિક્વન્સ સાથે ભાવનાત્મક યાત્રાને સામે લાવવા માટે પુરી રીતે તૈયાર છે.

 

ડિઝની+ હોટસ્ટાર ભારતનું સૌથી મોટું પ્રીમિયમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંનું એક છે, જેણે મનપસંદ શ્રેણીઓ અને ફિલ્મો સાથે ભારતીયોને મનોરંજન કરવાની રીત બદલી નાખી છે. ભારતમાં સામગ્રીની વિશાળ શ્રેણી સાથે ડિઝની+ હોટસ્ટાર હોટસ્ટાર સ્પેશિયલ્સની ઓરિજીનલ સીરીઝ, ડિઝની+ હોટસ્ટાર મલ્ટિપ્લેક્સ સાથે બ્લોકબસ્ટર મૂવીઝ રિલીઝ, વિશ્વની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ સુધી પહોંચ, ટેલિવિઝન, લાઈવ સ્પોર્ટિંગ એક્શન  પહેલાં સ્ટાર નેટવર્ક સિરિયલ્સ સહિત 1,00,000 કલાકથી વધુનું મનોરંજન પૂરું પાડે છે.

 

 

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

 

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati