Squid Game : ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની મોસ્ટ પૉપ્યુલર વેબ સિરીઝ ‘ (squid Game)ની બીજી સિઝનનું એલાન કર્યું છે, શોની લોકપ્રિયતાને જોઈ મેકર્સ તેનો બીજો પાર્ટ લાવી રહ્યા છે, જેને લઈ ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે નેટફ્લિક્સ (Netflix)ના આ શોનું એલાન થઈ ગયું છે, ત્યારથી આ ગેમને લઈ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છો, તમને જણાવી દઈએ કે, સાઉથ કોરિયાની આ સિરીઝની પ્રથમ સિઝન દર્શકોના દિલ જીતી લીધા છે, શોને લઈ નેટફ્લિકસે વધુ એક જાહેરાત કરી છે
View this post on Instagram
આપને જણાવી દઈએ કે, નેટફ્લિક્સની સ્કિવડ રમતનો બીજા પાર્ટનું એલાન કરી દિધું છે, નેટફ્લિક્સે જાહેરાત કરતા ફેન્સ ખુબ ખુશ થયા છે. હવે આ વેબ સિરીઝને લઈ નેટફ્લિક્સે નવું એલાન કર્યું છે. ઓટીટી પ્લેટફોર્મ હાલમાં જાહેરાત કરી કે, આ શોને રિયાલિટી શોમાં પરિવર્તન કરવામાં આવશે. આ શોને જીતનારને મોટી રકમ આપવામાં આવશે. આ શોમાં અંદાજે 456 લોકો ભાગ લેશે અને શો જીતનારને અંદાજે 35.56 કરોડ રુપિયા આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને શો સાથે જોડાયેલો એક પ્રોમો શેર કર્યો છે, પ્રોમોમાં રેડ લાઈટ, ગ્રીન લાઈટવાળી છોકીરી માસ્ક પહેરી લોકો સાથે જોવા મળી રહી છે, વિડીયોમાં એક બાઉલમાં પૈસા દેખાડતા આ રિયાલિટી શોની પ્રાઈઝની જાહેરાત કરી છે. ઓટીટી પ્લેટફૉમે નેટફ્લિક્સ વીડિયો શેર કરતા લખ્યું કે, તમારો નંબર શું હશે ? મેકર્સ તરફથી સ્ક્વિડ ગેમ વિશે અત્યાર સુધી વધુ જાણકારી શેર કરી નથી.
આ પહેલા ડાયરેક્ટરે એક નોટ પણ શેર કરી હતી ગત્ત વર્ષ પહેલી સિઝનને રિલીઝ કરતા 12 વર્ષનો સમય લાગ્યો હતો પરંતુ સ્ક્વિડ ગેમને અત્યારસુધી સૌથી લોકપ્રિય નેટફ્લિક્સ સીરિઝ બનાવવામાં 12 દિવસ લાગ્યા છે, સ્ક્વિડ ગેમના લેખક , નિર્દેશક અને નિર્માતાના રુપમાં દુનિયાભરના ફ્રેન્સ તેના વખાણ કર્યા છે.