Four More Shots 3 Trailer Out : ગર્લ ગેંગ નવી સિઝનમાં ટ્રિપલ ફન સાથે પાછી આવી, ટ્રેલર છે ધમાકેદાર

કીર્તિ કુલ્હારી, સયાની ગુપ્તા, માનવી ગાગ્રુ અને વીજે બાની સ્ટારર ફોર મોર શોટ્સ પ્લીઝ! ત્રીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સીરિઝ 21 ઓક્ટોબરે Amazon Originals પર રિલીઝ થશે.

Four More Shots 3 Trailer Out : ગર્લ ગેંગ નવી સિઝનમાં ટ્રિપલ ફન સાથે પાછી આવી, ટ્રેલર છે ધમાકેદાર
ગર્લ ગેંગ નવી સિઝનમાં ટ્રિપલ ફન સાથે પાછી આવી છે, ટ્રેલર ધમાકેદાર છે Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 4:54 PM

Four More Shots 3 Trailer Out: પ્રાઈમ વીડિયોએ આજે એમેઝોન ઓરિજનલ ફોર મોર શોટ્સ પ્લીઝ ! (Four More Shots)  ની ત્રીજી સીઝનનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. નવી સીઝનમાં ગર્લ ગેંગ (Girl gang)ની મસ્તી અને તોફાન ધમાલની સાથે પરત ફરી રહી છે. જેનો અંદાજો તમે ટ્રેલર જોઈ લગાવી શકો છો, કીર્તિ કુલ્હારી, સયાની ગુપ્તા, માનવી ગગરુ અને વીજે બાની સ્ટાર આ સીરિઝ યુવાઓને ખુબને ખુબ પસંદ આવી હતી, આની પહેલી અને બીજી સીઝને પણ ચાહકોનું ખુબ મનોરંજન કર્યું હતુ, ત્યારબાદ ફરી એક વખત નવી સિઝન રિલીઝ થવા જઈ રહી છે.

આ સીઝનમાં નવા ચહેરાઓ જોવા મળશે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ સુપરસ્ટાર અભિનેત્રીઓ સિવાય આ સિરીઝમાં પ્રતિક બબ્બર, લિસા રે, નીલ ભૂપાલમ, રાજીવ સિદ્ધાર્થ, અમૃતા પુરી, સિમોન સિંહ અને સમીર કોચર પણ શાનદાર ભુમિકા નિભાવી છે. જ્યારે જિમ સર્ભ, સુશાંત સિંહ, શિલ્પા શુક્લા અને રોહન મહેરા આ સીઝનમાં નવા ચહેરાઓમાંથી એક છે. પ્રથમ સીઝનની જેમ આ સીઝન પણ ખુબ શાનદાર સાબિત થવા જઈ રહી છે. પ્રીતિશ નંદી કોમ્યુનિકેશન્સ દ્વારા નિર્મિત રંગિતા પ્રીતીશ નંદી દ્વારા બનાવવામાં આવેલી સીરિઝ 21 ઓક્ટોમ્બરથી ભારતની સાથે સાથે 240થી પણ વધુ દેશો અને વિસ્તારોમાં સ્ટ્રીમ માટે અવેલેબલ હશે.

નવી સ્ટોરી સાથે ફરી જોવા મળશે આ સિરીઝ

ફોર મોર શોર્ટસ પ્લીઝ ! ની નવી સિઝનનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સિઝનમાં 4 મિત્રોની સ્ટોરી તમને પસંદ પણ આવશે અને અમુક વસ્તુઓ પણ શીખવશે. કીર્તિ કુલ્હારીએ અંજના મેનની ભુમિકા નિભાવી છે. તો દામિની રૉયના પાત્રમાં સયાની ગુપ્તા, સિદ્ધિ પટેલના પાત્રમાં માનવી ગગરુ અને ઉંમગ સિંહ એટલે કે, બાનીએ જીંદગીની એક દિલચસ્પ ઝલક શેર કરી છે. આ ઝલકમાં જીવનના પડકાર પ્રેમ અને પોતાની ખુશીઓનું બેલેન્સ બનાવીને ચાલવાનો પ્રયત્ન કરે છે. નવી સીઝનના જૂના ચેહરાઓની સાથે એક દિલચસ્પ સ્ટોરી આપી રજુ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">