અભિનેતા બોબી દેઓલની (Bobby Deol) મોસ્ટ અવેઈટેડ વેબ સિરીઝ ‘આશ્રમ 3’ ફરી એકવાર ધૂમ મચાવા આવી રહી છે. હા, કાશીપુર વાલે બાબાનો દરબાર ફરી એકવાર તેના દર્શકો માટે ખુલવા જઈ રહ્યો છે. લોકપ્રિય વેબ સિરીઝ આશ્રમ 3 (Ashram 3 Teaser Out)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 1 મિનિટ 11 સેકન્ડના આ ટીઝરમાં બોબી દેઓલ પોતાના આશ્રમમાં લોકોને બાબાના ચોલામાં દર્શન આપતા જોવા મળે છે. તેમજ આશ્રમમાં ભક્તો તેમના નામના નારા લગાવી રહ્યા છે. ટીઝરમાં દેખાડવામાં આવેલા સીનથી લોકોના દિલમાં ઉત્તેજના વધી ગઈ છે. આ નાની ઝલક સાથે ફરી એકવાર બાબાની ભક્તિની ચર્ચા આખા દેશમાં છવાઈ ગઈ છે.
આ ટીઝરમાં જ્યાં ભક્તો બાબા નિરાલાની ભક્તિમાં લીન જોવા મળે છે, ત્યાં ટીઝરના અંતમાં એક ડાયલોગ કહેવામાં આવ્યો છે જે આખા વીડિયોનો જીવ છે. આ ડાયલોગ છે- ‘એક વાર આશ્રમ આવી ગયા પછી યુ ટર્ન નથી.’
Ab intezaar hoga khatam, phir khulenge darwaaze #Aashram ke. Japnaam🙏https://t.co/Xhw0n2hmEP
Ek Badnaam… Aashram Season 3 trailer out tomorrow. #Aashram3 @prakashjha27 @thedeol
— MX Player (@MXPlayer) May 12, 2022
આ વેબ સિરીઝમાં બાબા નિરાલાનું પાત્ર ભજવતા બોબી દેઓલે પોતે આ માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. તેણે એક નાનકડા વીડિયો દ્વારા લોકોને સિરીઝની પહેલી ઝલક આપી છે. આ વીડિયોમાં માત્ર 3 લખેલું જોવા મળે છે. તેમજ આગની જ્વાળાઓ પણ દેખાઈ રહી છે. આશ્રમની સિક્વલની આ નાનકડી ક્લિપ જોયા બાદ ચાહકોની ખુશીનો પાર નથી.
View this post on Instagram
‘આશ્રમ 3’નું ટીઝર રિલીઝ થતાં જ તેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકોનો ઉત્સાહ એ વાતનો પુરાવો છે કે તેઓ વેબ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોની આ ઉત્તેજના વધારવા માટે આ વેબ સિરીઝના ટ્રેલરની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ ટ્રેલર 13 મેના રોજ રિલીઝ થશે. જોકે આ ટ્રેલર ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ માહિતી મળી નથી.
ટીઝર રિલીઝ થયા પછી, ચાહકોને ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાની અપેક્ષા છે. ચાહકો આ નાની ક્લિપ પર પ્રેમ વરસાવી રહ્યા છે. સાથે જ એક યુઝરે લખ્યું કે, ‘આશ્રમ સીઝન 3 માટે ખૂબ જ ઉત્સાહિત અનુભવી રહ્યો છું’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘હવે સુપરસ્ટારને જોવા માટે રાહ જોઈ શકતો નથી. આ સિવાય ઘણા યુઝર્સ ટીઝર પર કોમેન્ટમાં ફાયર ઈમોજી મોકલીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.