ઓટીટી પર રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’, આ દિવસે થશે સ્ટ્રીમ

અક્ષય કુમારની (Akshay Kumar) આ ફિલ્મ 'રક્ષાબંધન' (Rakshabandhan) બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ વર્ષે રિલીઝ થયેલી આ ત્રીજી ફિલ્મ હતી, જેની હાલત બોક્સ ઓફિસ પર ઘણી ખરાબ હતી.

ઓટીટી પર રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન', આ દિવસે થશે સ્ટ્રીમ
RakshabandhanImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 3:23 PM

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘રક્ષાબંધન’ (Rakshabandhan) 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ બતાવી શકી નથી. ફિલ્મ ‘રક્ષાબંધન’ને સારો રિસ્પોન્સ ન મળવાને કારણે નિર્માતાઓ ખૂબ જ હેરાન થયા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારની અપોઝિટ ભૂમિ પેડનેકર જોવા મળી હતી. પરંતુ હવે અક્ષયના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ હવે દર્શકો માટે ઓટીટી પર રિલીઝ થશે. જેની જાણકારી અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે.

ઓટીટી પર રિલીઝ થશે ‘રક્ષાબંધન’

અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ ની ટક્કર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે થઈ હતી. પરંતુ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. આ બંને ફિલ્મોને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ‘રક્ષાબંધન’ને ઘણું નુકસાન થયું હતું. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે કે તે ઓટીટી પર રિલીઝ થશે. તેથી કોઈપણ કારણોસર અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મને થિયેટરોમાં જોઈ શક્યા નથી, તેમના માટે સારા સમાચાર છે કે આ ફિલ્મ હવે જલ્દી જ ઝી5 પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરે ઝી5 પર રિલીઝ થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઝી5 પર ફિલ્મ રિલીઝ થવાથી અક્ષય કુમારને છે ખુશી

અક્ષય કુમારે કહ્યું, “એક એક્ટર અને નિર્માતા તરીકે, હું એવી વાર્તાઓને સમર્થન આપવામાં માનું છું જે આપણા કોર વેલ્યૂમાં સમાવિષ્ટ છે અને જે દેશ સાથે જોડાયેલી છે. ‘રક્ષાબંધન’ એક મહત્વપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જે સાથ અને એકતાની લાગણીઓ જગાડશે અને પરિવારોને હસાવશે, રડાવશે અને વિચારવા પર મજબૂર કરશે. મને ખુશી છે કે ઝી5ની મજબૂત પહોંચ ફિલ્મને દુનિયાભરમાં વધુને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે.”

190થી વધુ દેશોમાં થશે આ ફિલ્મ રિલીઝ

આનંદ એલ રાયે કહ્યું કે, રક્ષાબંધન એ ભારતીય મૂલ્યો અને રીતિ-રિવાજો સાથે જોડાયેલી ફિલ્મ છે અને આખી દુનિયામાં આવી ફિલ્મ માટે એક ભૂખ છે. તેથી, ઝી5 પર આ ફિલ્મના વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર સાથે, મને ખુશી છે કે રક્ષાબંધન ફિલ્મ 190 થી વધુ દેશોમાં વ્યાપક દર્શકો સુધી પહોંચશે, જે ભાઈ-બહેનના બંધન અને પ્રેમની સેન્ટ્રલ થીમ પર આધારિત છે. આ ફિલ્મ ચોક્કસપણે લોકોને ઉત્સાહિત કરશે અને લોકોને નજીક લાવશે અને હું આવું થાય તે જોવા માટે રાહ જોઈ શકતો નથી.

ઝી5 દ્વારા 1 ઓક્ટોબર 2022 એ કરી હતી આ જાહેરાત

રક્ષાબંધનના તહેવાર પહેલા રીલિઝ થયેલી આ ફિલ્મને કોઈ ખાસ ફાયદો થયો નથી. હવે બની શકે છે કે નવરાત્રિના તહેવાર પર આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવાનો ફાયદો અક્ષય કુમાર અને આનંદ એલ રાયને મળે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઝી5એ શનિવારે, 1 ઓક્ટોબરના રોજ તેના ટ્વિટર હેન્ડલ પર આની જાહેરાત કરી અને લખ્યું, ‘હાસ્ય, ખુશી અને ઘણી બધી મજા માટે તૈયાર રહો, કારણ કે આવી રહી છે #રક્ષાબંધન માત્ર #ઝી5 પર.’

આ ફિલ્મ બોક્સ ઓફિસ કરી ન શકી કમાલ

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ વર્ષે રિલીઝ થયેલી આ ત્રીજી ફિલ્મ હતી, જેની હાલત બોક્સ ઓફિસ પર ખરાબ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 44.39 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે 8.20 કરોડની ઓપનિંગ કરી હતી. આના પરથી સ્પષ્ટ હતું કે અક્ષય કુમારની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકવાની નથી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી ન હતી અને રિલીઝના પહેલા જ અઠવાડિયામાં તે ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય સાદિયા ખતિબ, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત અને સહજમીન કૌરે અક્ષય કુમારની ચાર બહેનોની ભૂમિકા ભજવી હતી. આ સિવાય સીમા પાહવા, નીરજ સૂદ, અભિલાષ થપલિયાલ અને મનુ ઋષિ ચઢ્ઢા આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">