ઓશોની સેક્રેટરી પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, Gulshan Groverનો પુત્ર Sanjay Grover કરશે સહ નિર્માણ

બોલિવૂડમાં બેડમેન તરીકે જાણીતા અભિનેતા ગુલશન ગ્રોવર (Gulshan Grover)ના પુત્ર પણ ફિલ્મ્સમાં પગ મૂકવા જઈ રહ્યા છે. જો કે ગુલશનનો પુત્ર સંજય ગ્રોવર (Sanjay Grover) તેમના પિતાની જેમ ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવતો જોવા નહીં મળે.

  • tv9 webdesk40
  • Published On - 16:13 PM, 26 Apr 2021
ઓશોની સેક્રેટરી પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, Gulshan Groverનો પુત્ર Sanjay Grover કરશે સહ નિર્માણ
Sanjay Grover, Gulshan Grover

બોલિવૂડમાં બેડમેન તરીકે જાણીતા અભિનેતા ગુલશન ગ્રોવર (Gulshan Grover)ના પુત્ર પણ ફિલ્મ્સમાં પગ મૂકવા જઈ રહ્યા છે. જો કે ગુલશનનો પુત્ર સંજય ગ્રોવર (Sanjay Grover) તેમના પિતાની જેમ ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવતો જોવા નહીં મળે. આ ક્ષણે, તેઓ એક વેબ સિરીઝને પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. સમાચાર અનુસાર આ વેબ સિરીઝ આધ્યાત્મિક ગુરુ ઓશો (Osho)ના પ્રથમ સચિવ માં યોગ લક્ષ્મી (Maa yoga Laxmi) પર આધારિત હશે.

 

ગુલશનનો પુત્ર તાજેતરમાં કેલિફોર્નિયાથી પરત આવ્યો છે. અભિનેતાએ એક ઈન્ટવ્યુમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે ‘ હું કહી શકતો નથી કે હું કેટલો ખુશ છું. હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું. મારો પુત્ર જલ્દીથી એક મેગા વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ સંજય ગ્રોવર, રાહુલ મિત્રા સાથે મળીને સહ નિર્માણ કરશે. રાહુલે અગાઉ સાહેબ, બીવી અને ગેંગસ્ટર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું, જ્યારે નિર્માતા તરીકે સંજય ગ્રોવરની આ પહેલી ફિલ્મ હશે.

 

 

ગુલશન તેમના પુત્ર વિશે કહે છે, ‘સંજય એમજીએમ સ્ટુડિયો (કેલિફોર્નિયા)માં એ પોસ્ટ પર કામ કરતો હતો, જેનાથી તેમને ક્રિએટિવિટી, ફાયનાન્સ અને ડિસ્ટ્રીબ્યુશનનો સારો અનુભવ મળ્યો હતો. સંજય ત્યાં ખૂબ ખુશ હતો, પરંતુ આ કોરોના સમય દરમિયાન મારે તેને થોડો ભાવનાત્મક બ્લેકમેલ કરવો પડ્યો. તેને અહીં જોઈને ખુબ જ આનંદ થાય છે. તે સિનેમા વિશે ઘણું વાંચે છે અને વિશ્વ સિનેમાના બધા સમાચાર રાખે છે. હું ભવિષ્યમાં તેને મોટા પ્રોજેક્ટ્સ કરતો જોઈ શકું છું.’

 

 

ગુલશને વેબ સિરીઝ વિશે પણ વાત કરી, તે કહે છે, ‘રાહુલ આ વેબ સિરીઝ લઈને આવ્યો હતો. ઓશો વર્લ્ડ ફાઉન્ડેશનના અતુલ આનંદે રાશિદ મેક્સવેલનું પુસ્તક (The Osho Life: Osho, Laxmi and A Journey of the Heart) મોકલ્યું હતું, જે રાહુલ અને સંજય બંનેને ગમ્યું,  ત્યારબાદ રાહુલે તે પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા.

 

આ પણ વાંચો :- Bihar: કોરોના નાઇટ કર્ફ્યુમાં ઉડાવી ધજ્જીયા, ભોજપુરી અભિનેત્રી Akshra Singh લગાવ્યા ઠુમકા, અભિનેત્રી સહિત 200 સામે કેસ દાખલ

 

આ પણ વાંચો :- Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન