દુર્ગા પૂજામાં સાંસદ નુસરત જહાંએ વગાડ્યો ઢોલ, કાર રોકીને ખાધા ગોલગપ્પા, જુઓ વાયરલ વીડિયો

Kolkata Durga Puja 2022: ટીએમસી સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan) દુર્ગા પૂજા દરમિયાન ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી. તે પૂજા પંડાલમાં ઢોલ વગાડતી જોવા મળી હતી, આ સિવાય કાર રોકીને ગોલગપ્પા ખાતી જોવા મળી હતી.

દુર્ગા પૂજામાં સાંસદ નુસરત જહાંએ વગાડ્યો ઢોલ, કાર રોકીને ખાધા ગોલગપ્પા, જુઓ વાયરલ વીડિયો
Nusrat Jahan
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Oct 02, 2022 | 3:56 PM

કોરોના વાયરસના કારણે લગભગ બે વર્ષથી ઘરમાં બંધ રહ્યા બાદ આ વર્ષની દુર્ગા પૂજા લોકો માટે ખુશીઓ લઈને આવી છે. દુર્ગા પૂજા પંડાલમાં (Kolkata Durga Puja) ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. આ દુર્ગા પૂજા દરમિયાન ટીએમસી સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan) અલગ અંદાજમાં જોવા મળી હતી. તેમણે બશીરહાટમાં તેમના લોકસભા મતવિસ્તારની પૂજામાં ભાગ લીધો હતો. મા દુર્ગાને પુષ્પાંજલિ આપી અને ઢોલ વગાડ્યો હતો. ત્યારબાદ નુસરત જહાં રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે કાર રોકી અને ગોલગપ્પા પણ ખાધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નુસરત જહાં શનિવારે મહા ષષ્ઠી સમારોહ દરમિયાન બશીરહાટમાં એક દુર્ગા પૂજા પંડાલમાં પરંપરાગત બંગાળી વાદ્ય ઢાક (ઢોલ) વગાડતી જોવા મળી હતી. આખું પૂજા પંડાલ ટીએમસી સાંસદના ઢાકના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

રસ્તાની બાજુમાં ગોલગપ્પા ખાતા જોવા મળી હતી એક્ટ્રેસ નુસરત જહાં

એક્ટ્રેસ અચાનક રસ્તાની બાજુના ગોલગપ્પા સ્ટોલ પર રોકાઈ ગઈ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડની મજા માણી. તેણે ગોલગપ્પાનો આનંદ માણ્યો અને બીજાને પણ તેની સાથે જોડાવા કહ્યું. એક્ટ્રેસ નુસરત જહાં જે ઘણીવાર વિવાદોમાં રહે છે. તે અભિનય સિવાય બશીરહાટ સાંસદ એક્ટ્રેસ નુસરત જહાંની જન પ્રતિનિધિની ફરજો પણ સંભાળી રહી છે. નુસરત જહાં અભિનય સિવાય પોતાની પર્સનલ જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં નુસરત જહાંએ શિલાદિત્ય ભૌમિકના ડાયરેક્શનમાં યશ દાસગુપ્તા સાથે ફિલ્મ ‘માસ્ટરમોશાઈ આપનિ કીછુ દેખિની’ (માસ્ટરસાહિબ આપને કુછ નહીં દેખા હૈ)નું કામ પૂરું કર્યું છે.

બશીરહાટમાં અનેક પૂજા પંડાલનું કર્યું ઉદ્ઘાટન

બશીરહાટ સાંસદ એક્ટ્રેસ નુસરત જહાંએ આ વખતે ઘણા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું. એક્ટ્રેસ નુસરત જહાંએ બશીરહાટ સીમાંત ક્લબ, બદરતલા રિટ્રીટ ક્લબ અને મિલન સંઘ, સબુજ સંઘ સહિત અનેક ક્લબમાં દુર્ગા પૂજાનું ઉદ્ઘાટન કર્યું. પૂજાના ઉદ્ઘાટન સાથે એમપી એક્ટ્રેસે બંગાળના લોકોને સંવાદિતાનો સંદેશ આપ્યો હતો.

નુસરતે જણાવ્યું હતું કે ઢાક અને નૃત્યના તાલમાં પૂજા દ્વારા બે સમુદાયો વચ્ચે સંવાદિતાનો તહેવાર છે. જ્યાં એક તરફ નુસરતને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી, તો બીજી તરફ દરેક લોકો પોતાની ફેવરિટ સ્ટાર સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. નુસરતે એક જ અવાજમાં તમામ સમુદાયો માટે શાંતિ અને પ્રેમની શુભેચ્છા પાઠવી હતી અને સાંપ્રદાયિકતા જાળવવા પર ભાર મૂક્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati