વિવેક અગ્નિહોત્રીએ પત્ની પલ્લવી જોશીને ‘સૌથી સફળ મહિલા નિર્માતા’ ગણાવી

વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ માટે સફળ નિર્માતા બનવા બદલ પત્ની પલ્લવી જોશીની (Pallavi Joshi) પ્રશંસા કરી છે. આ ફિલ્મના ઈમોશનલ ફેકટરથી અનેક લોકો તેને જોવા માટે પ્રેરિત થયા છે.

વિવેક અગ્નિહોત્રીએ પત્ની પલ્લવી જોશીને 'સૌથી સફળ મહિલા નિર્માતા' ગણાવી
Pallavi Joshi & Vivek Agnihotri (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:14 PM

તાજેતરમાં રીલીઝ થયેલી બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) પત્ની પલ્લવી જોશીને (Pallavi Joshi) ‘સૌથી સફળ મહિલા ફિલ્મ નિર્માતા’ ગણાવી છે. જેમાં ફેમસ એકટર અનુપમ ખેરે પણ પ્રતિક્રિયા આપી છે. વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ માટે સફળ નિર્માતા બનવા બદલ પત્ની પલ્લવી જોશીની પ્રશંસા કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ગત તા. 11 માર્ચે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ હજી પણ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 254.03 કરોડ એકત્રિત કર્યા છે.

વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને તમામ ક્ષેત્રના લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. પલ્લવી જોશી, જેમણે માત્ર ધ કાશ્મીર ફાઇલ્સમાં અભિનય કર્યો ન હત.  પરંતુ તેનું સહ-નિર્માણ પણ કર્યું હતું. પલ્લવીએ ગત તા. 4 એપ્રિલે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના પતિ વિવેકે Instagram પર જઈને પત્ની પલ્લવી માટે હાર્દિક શુભેચ્છાઓ પોસ્ટ કરી હતી, અને તેણીને સફળ નિર્માતા ગણાવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિવેક પલ્લવીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે

ધ કાશ્મીર ફાઇલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને દિગ્દર્શન, વાર્તા અને ફિલ્મને લગતી દરેક બાબતો માટે જોરદાર સમીક્ષાઓ મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અસાધારણ કમાણી કરી રહી છે. વિવેકે સોશિયલ મીડિયા પર જઈને કહ્યું કે, “ભારતની સૌથી સફળ મહિલા નિર્માતાને જન્મદિવસની શુભેચ્છા. @pallavijoshiofficial.”

અનુપમ ખેરે વિવેકની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી

ધ કાશ્મીર ફાઇલ્સમાં નાયકની ભૂમિકા ભજવવા બદલ અનુપમ ખેરની ચારેય દિશાઓમાંથી પ્રશંસા મળી રહી છે. ક્મેન્ટવિભાગમાં, તેણે પલ્લવી જોશીને શુભેચ્છા પાઠવી અને વિવેક અગ્નિહોત્રીની ‘સફળ મહિલા નિર્માતા’ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, “જન્મદિવસની શુભેચ્છા પ્રિયતમ પલ્લવીને. ભગવાને તમને જન્મદિવસની કેટલી ભેટ આપી છે. ટચ વુડ.”

પલ્લવી માટે વિવેકની બીજી પોસ્ટ

પલ્લવી જોશીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવ્યા પછી, વિવેકે અગ્નિહોત્રીએ તેના માટે બીજી પોસ્ટ શેર કરીછે. જેમાં વાંચી શકાય છે, “આટલા ઉષ્માપૂર્ણ, સમજદાર અને દયાળુ નિર્માતા બનવા બદલ પલ્લવી જોશીનો આભાર”- #TheKashmirFiles Team.”

શું તમે હજુ સુધી કાશ્મીર ફાઇલ્સ જોઈ છે? અને જો નિહાળી છે તો તમારા મંતવ્ય જણાવો. 

આ પણ વાંચો – રણવીર સિંઘ અને માનુષી છિલ્લરે ફેમિના રેડ કાર્પેટ પર પાથર્યો આકર્ષક અદાઓનો જાદુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">