The Kapil Sharma Show : અંગ્રેજી સુધારવા માટે, વિરેન્દ્ર સહેવાગે આરતી સાથે લગ્ન કર્યા

ધ કપિલ શર્મા શો(The Kapil Sharma Show) માં વીરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફે ઘણા રહસ્યો ખોલ્યા હતા. આ દરમિયાન, તેમણે લોકર રૂમ સંબંધિત એક કિસ્સો પણ શેર કર્યો.

The Kapil Sharma Show : અંગ્રેજી સુધારવા માટે, વિરેન્દ્ર સહેવાગે આરતી સાથે લગ્ન કર્યા
virendra sehwag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 11:18 AM

The Kapil Sharma Show :  ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) માં દર સપ્તાહે જાણીતા ચહેરાઓને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે, જેઓ પોતાની સાથે જોડાયેલી ઘણી વાતોની ચર્ચા કરે છે અને ઘણા અજાણ્યા રહસ્યો પણ ઉજાગર કરે છે. આ વખતે શનિવારે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag) અને મોહમ્મદ કૈફ(Mohammad Kaif) કોમેડિયન કપિલ શર્માના શોનો ભાગ બન્યા. વીરેન્દ્ર સહેવાગ આ પહેલા પણ આ શોમાં દેખાયા છે, પરંતુ મોહમ્મદ કૈફ પહેલી વખત આ શોનો ભાગ બન્યા છે.

શો દરમિયાન કપિલ શર્મા(Kapil Sharma)એ વિરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag) ને આડે હાથ લેતા કહ્યું હતું કે, તેણે એક વખત કહ્યું હતું કે ક્રિકેટર અને તેના સાથી ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરભજન સિંહે તેમની અંગ્રેજીમાં સુધારો કરવા માટે જ તેમની સંબંધિત પત્નીઓ સાથે લગ્ન કર્યા છે.

કપિલ શર્મા (Kapil Sharma) કહે છે કે, વીરુભાઈ પહેલા આવ્યા, તે વખત ખૂબ જ સારો જવાબ આપ્યો, કહ્યું – જુઓ, હું કે ભજ્જી કે યુવી, અમે એવી છોકરીઓ સાથે લગ્ન કર્યા, જેના કારણે આપણું અંગ્રેજી સુધરી શકે છે. કપિલે આ વાત પૂરી કરતા જ સેહવાગે કહ્યું – હા, કપિલ પાજી પણ તેમાંથી એક હતા. વીરેન્દ્ર સેહગાંવના આ શબ્દો સાંભળીને બધા હસવા લાગ્યા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જ્યારે સેહવાગે કૈફ અને યુવરાજને ગીત ગાઈને ટોણો માર્યો હતો

તમને જણાવી દઈએ કે કપિલ દેવે રૂમી દેવ સાથે લગ્ન કર્યા છે. સેહવાગે આરતી અહલાવત સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. સહેવાગે ક્રિકેટ ડેબ્યૂના ત્રણ વર્ષ બાદ જ આરતી સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે, હરભજન સિંહે અભિનેત્રી ગીતા બસરા સાથે અને યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે.

વીરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફે ‘ધ કપિલ શર્મા શો’માં ઘણા રહસ્યો જાહેર કર્યા. આ દરમિયાન, તેમણે લોકર રૂમ સંબંધિત એક કિસ્સો પણ શેર કર્યો. પોતાના સમયનો એક કિસ્સો શેર કરતા કૈફે ખુલાસો કર્યો કે જ્યારે સેહવાગને સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો,

ત્યારે તેણે તેને અને યુવરાજ સિંહને ગાવા માટે ટોણો માર્યો હતો. મોહમ્મદ કૈફે કહ્યું કે સેહવાગે અમને ગાઈને ટોણો માર્યો, “કૈસે કૈસો કો દિયા હૈ, વૈસો વૈસ કો દિયા હૈ.” આ પછી, સેહવાગે સેટ પર ગીતની આગળની પંક્તિ ગાઈ – “હમકો ભી તો લિફ્ટ કરે દો.” આ સાંભળી શોમાં હાજર દરેક લોકો હસવા લાગ્યા.

આ પણ વાંચો : CSK vs KKR, IPL 2021 Match Prediction: ધોનીની ટીમ કલકત્તા સામે ટકરાશે, બિન્દાસ્ત બનેલી કલકત્તા અંતિમ ચારમાં ટકી રહેવા દાવ લગાવશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">