The Kerala Story: કેરળમાંથી 32 હજાર છોકરીઓ ક્યાં ગુમ થઈ, ડિરેક્ટર વિપુલ શાહ ખોલશે સૌથી મોટુ રહસ્ય

Teaser ની શરૂઆત 2006 થી 2011 સુધી કેરળના મુખ્ય પ્રધાન રહેલા વીએસ અચ્યુતાનંદનના એક કથિત નિવેદનથી શરૂ થાય છે.

The Kerala Story: કેરળમાંથી 32 હજાર છોકરીઓ ક્યાં ગુમ થઈ, ડિરેક્ટર વિપુલ શાહ ખોલશે સૌથી મોટુ રહસ્ય
The Kerala Story Teaser Release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:11 AM

The Kerala Story:  કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના વિવિધ રાજ્યોમાં ‘ઈતિહાસના પાનાઓ’માં છુપાયેલી કહાનીઓને બતાવવા માટે હિન્દી સિનેમામાં શરૂ કરાયેલા અભિયાનમાં હવે કેરળનો(Kerala) નંબર છે. સિંઘ ઈઝ કિંગ,ફોર્સ અને કમાન્ડો જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા નિર્માતા વિપુલ અમૃત શાહે(Vipul Shah) એવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે જેની કહાની સત્ય હકીકત છે.

દેશના દક્ષિણમાં સ્થિત કેરળનું કનેક્શન આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલું છે. વિપુલ શાહ દ્વારા મંગળવારે આ ફિલ્મનું ટીઝર(The Kerala Strory Teaser) રિલીઝ કરવામાં આવ્યું હતુ, જે મુજબ કેરળ રાજ્યની હજારો દિકરીઓ દિવસેને દિવસે ગાયબ થઈ રહી છે અને છેલ્લા 12 વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.જેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.

The Kerala Strory નું ટ્રેલર રિલીઝ થયુ

Teaser ની શરૂઆત 2006 થી 2011 સુધી કેરળના મુખ્ય પ્રધાન રહેલા વીએસ અચ્યુતાનંદનના એક કથિત નિવેદનથી શરૂ થાય છે.જેમાં તેઓ કહેતા જોવા મળે છે, લોકપ્રિય મોરચો કેરળને ઇસ્લામિક રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રતિબંધિત સંગઠન NDFની જેમ, તેઓ પણ આગામી 20 વર્ષમાં કેરળને મુસ્લિમ રાજ્યમાં રૂપાંતરિત કરવાનું ધ્યેય છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

જુઓ ફિલ્મનુ Teaser

અત્યાચારની કહાનીને એક અલગ દ્રષ્ટિકોણથી રજુ કરવાનો પ્રયાસ

આ પછી, ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં હજારો છોકરીઓને ISIS અને અન્ય ઇસ્લામિક યુદ્ધ ઝોનમાં તસ્કરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 32 હજાર છોકરીઓની કહાની પર આધારિત છે જે છેલ્લા 10 વર્ષથી મળી નથી અને આ સંખ્યા સતત વધી રહી છે. ફિલ્મના નિર્માતા વિપુલ અમૃત લાલ શાહ સુદીપ્તો સેન સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિપુલ અમૃતલાલ શાહે તાજેતરમાં વિદ્યુત જામવાલ સાથે ફિલ્મ ‘સનક’ બનાવી હતી જે OTT પર રિલીઝ થઈ હતી. આ સિવાય તેની વેબ સિરીઝ ‘હ્યુમન’ના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા છે. આ વેબ સિરીઝમાં વિપુલ અમૃતલાલ શાહની પત્ની શેફાલી શાહ પણ જોવા મળી હતી. શેફાલીની ફિલ્મ ‘જલસા’ પણ ગયા અઠવાડિયે પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એ સમજી શકાય છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જેમ આ ફિલ્મ પણ દેશના લોકો પર થયેલા અત્યાચારની કહાનીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો  : રણબીર કપૂરના ફોનનો ફોટો વાયરલ થયો, ફોનમાં આલિયા ભટ્ટનું નહીં પરંતુ આ વ્યક્તિનું વોલ પેપર છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">