વિજય દેવરકોંડાની ફિલ્મ LIGER આ તારીખે થશે થિએટરમાં રિલીઝ, ગુરુવારે થશે તારીખ જાહેર

વિજય દેવરકોંડાની ફિલ્મ LIGER આ તારીખે થશે થિએટરમાં રિલીઝ, ગુરુવારે થશે તારીખ જાહેર

ફિલ્મમેકર કરણ જોહર(KARAN JOHAR)એ થોડા સમય પહેલા એક મોટા પ્રોજેક્ટ ફિલ્મ LIGERની ઘોષણા કરી હતી. હવે ફિલ્મ રિલીઝ ડેટને લઈને ઘોષણા પણ જલ્દી જ થશે. આ એક પૈન ઇન્ડિયા ફિલ્મ છે જે 5 ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે જોવા મળશે.

Charmi Katira

| Edited By: Bipin Prajapati

Feb 10, 2021 | 2:39 PM

ફિલ્મમેકર કરણ જોહર(KARAN JOHAR)એ થોડા સમય પહેલા એક મોટા પ્રોજેક્ટ ફિલ્મ LIGERની ઘોષણા કરી હતી. હવે ફિલ્મ રિલીઝ ડેટને લઈને ઘોષણા પણ જલ્દી જ થશે. આ એક પૈન ઇન્ડિયા ફિલ્મ છે જે 5 ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે જોવા મળશે.

ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સુક છે. આ સ્થિતિમાં હવે ફિલ્મના થિયેટરની રિલીઝ તારીખ નક્કી થઈ ગઈ છે. આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 8: 14 કલાકે ફિલ્મના રીલિઝની જાહેરાત કરવામાં આવશે.

જણાવી દઈએ કે, આ પહેલા કરણ જોહરે ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. કરણ જોહરે લખ્યું કે, તમારા બધાની સામે LIGERની ઘોષણા કરવામાં મને ખૂબ ગર્વ છે. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે. આ ફિલ્મનું દિગ્દર્શન શ્રેષ્ઠ દિગ્દર્શક પુરી જગન્નાથ કરી રહ્યા છે. હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ આ 5 ભાષાઓમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળશે. તાજેતરમાં વિજય થાઇલેન્ડ ગયો હતો જ્યાં તેણે માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હતી. ફિલ્મમાં વિજય અને અનન્યા સિવાય રમ્યા કૃષ્ણન, રોનિત રોય, વિષ્ણુ રેડ્ડી મહત્વની ભૂમિકા નિભાવવાના છે.

કરણ જોહરે તેમની પોસ્ટમાં કહ્યું હતું કે તેમનો પ્રોજેક્ટ ભાષાની અવરોધોને દૂર કરશે અને નવા જમાનાના સિનેમા આગળ ધપાશે. સાઉથની ફિલ્મોમાં પણ કરણ જોહરનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. તેણે લાઇકા કંપની સાથે 5 ફિલ્મો માટે સોદો કર્યો છે. જેમણે 2.0 જેવી મોંઘી ફિલ્મ બનાવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati