Video: 18 વર્ષની Sushmita Senનો આ ખાસ વીડિયો થયો વાયરલ, અભિનેત્રીની શૈલી જીતી લેશે તમારું દિલ

બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેન લાખો દિલો પર રાજ કરે છે. સુષ્મિતા ભલે એક લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી ન હોય, પરંતુ તે હંમેશાં સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે છવાયેલી રહે છે.

Video: 18 વર્ષની Sushmita Senનો આ ખાસ વીડિયો થયો વાયરલ, અભિનેત્રીની શૈલી જીતી લેશે તમારું દિલ
Sushmita Sen
Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

May 14, 2021 | 11:26 PM

બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેન લાખો દિલો પર રાજ કરે છે. સુષ્મિતા ભલે એક લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી ન હોય, પરંતુ તે હંમેશાં સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે છવાયેલી રહે છે. સુષ્મિતાએ આર્ય વેબસરીઝથી ફરી પોતાના અભિનયમાં જોરદાર વાપસી કરી છે. આ દરમિયાન 18 વર્ષીય અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી ઘણા લાંબા સમયથી તેમની પ્રોફેશનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સમાં રહે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનો એક જૂનો વીડિયો આજકાલ ચાહકોમાં છવાઇ ગયો છે.

સુષ્મિતાનો જૂનો વીડિયો વાયરલ

સુષ્મિતા સેનનો સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણની તૈયારીનો એક જૂનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. 18 વર્ષની સુષ્મિતાને વીડિયોમાં પુસ્તકોની આજુબાજુ જોઈ શકાય છે. આ વીડિયોમાં તે પોતાનું ભાષણ લખવામાં વ્યસ્ત છે. તે આ દરમિયાન બ્લેઝર પહેરેલી જોવા મળી રહી છે. ક્લિપમાં સુષ્મિતાનું એક ઈન્ટરવ્યૂ પણ બતાવવામાં આવ્યું હતું, જેમાં તેમણે નાની ઉંમરે ઘણી તક મેળવવાની વાત કરી હતી.

અહીં જુઓ સુષ્મિતાનો વીડિયો

View this post on Instagram

A post shared by Sudarshan (@notwhyral)

સુષ્મિતા કહે છે કે સૌથી મહત્ત્વનું પાસું જે હું આગળ જોઈ રહી છું તે યુ.એન. છે, જો આ ઠીક કામ કરે તો યુ.એન.ના એક સક્રિય સદસ્ય બનવું એ એક મહાન કામ છે, કારણ કે હવે તમારા જીવનનાં બાકીના હિસ્સા માટે જો તમે ઈચ્છો તો તમે તેના માટે કામ કરી શકો.

ચાહકો સુષ્મિતાનો આ વર્ષો જુનો વીડિયો જોઈને ઘણા વખાણ કરી રહ્યા છે. ચાહકો અલગ અલગ રીતે કમેન્ટ કરીને અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર 18 વર્ષની સુષ્મિતાનો આ વીડિયો દરેકને પસંદ આવી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા સુષ્મિતાનો એક કવિતાનું પઠન કરતો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો, જેમાં સુષ્મિતાએ ખુલાસો કર્યો હતો કે તેમણે મિસ ઈન્ડિયા જીત્યા પછી તે કવિતા લખી હતી.

આ કવિતામાં કહેવામાં આવ્યું છે કે જો મારી બધી પીડા અને મારા બધા આંસુ અને જે બધુ મેં વર્ષોથી શીખ્યું છે, એક નમી ગયેલા માથાને ઉઠાવી શકે છે, એક ગહેરા દિમાગને હલ્કુ કરી શકે છે, તો મારે વિચારવું જોઈએ કે નસમાં નહીં તે માનવજાત માટે મારી સેવા હતી.

સુષ્મિતાએ રચ્યો ઈતિહાસ

સુસ્મિતાએ ઈતિહાસ રચ્યો જ્યારે તે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. 1994માં સ્પર્ધા જીત્યા બાદ તેમણે બોલિવૂડમાં પગ રાખ્યો હતો. સુષ્મિતાએ બિવી નંબર 1, મૈં હૂં ના અને મેંને પ્યાર ક્યુ કિયા સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમણે 2015માં બોલિવૂડમાંથી બ્રેક લીધો હતો. પરંતુ 2020માં તેમણે આર્યા વેબસીરીઝ સાથે એક્ટિંગમાં વાપસી કરી હતી, હવે આ સીરીઝનો બીજો ભાગ ટૂંક સમયમાં ચાહકોની સામે રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Corona Vaccine: બોલિવુડ અભિનેતા સલમાન ખાને લીધો કોવિડ રસીનો બીજો ડોઝ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati