Vicky Kaushal : લગ્ન બાદ કામ પર પરત ફર્યો વિકી કૌશલ, ફેન્સ પુછી રહ્યા છે આ મજેદાર સવાલ

9 ડિસેમ્બરના રોજ વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ વિકી હવે કામ પર પાછો ફર્યો છે.જેનો તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Vicky Kaushal : લગ્ન બાદ કામ પર પરત ફર્યો વિકી કૌશલ, ફેન્સ પુછી રહ્યા છે આ મજેદાર સવાલ
vicky kaushal back to work after marriage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 1:45 PM

Vicky Kaushal :  બોલિવૂડ સુપર કપલ વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ(Katrina Kaif)  લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિકી અને કેટરીનાએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સેન્ટ ફોર્ટમાં સાત ફેરા લીધા હતા. લગ્ન પછી બંને હનીમૂન માટે ગયા હતા અને હવે મુંબઈ પરત આવ્યા બાદ અભિનેતા વિકી કૌશલ કામ પર પાછો ફર્યો છે.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

શુક્રવારે સાંજે પણ વિકી બહાર જોવા મળ્યો હતો અને આજે તેણે કામ પર પાછા ફરવાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોતાનો ફોટો શેર કરતા વિકીએ લખ્યું પહેલા કોફી બાદ ક્લેપબોર્ડ…. આ સાથે તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કારમાં પંજાબી ગીતો સાંભળતો જોવા મળે છે.

જુઓ વાયરલ તસવીર

ચાહકો કરી રહ્યા છે આ સવાલ

ફોટોમાં વિક્કીએ બ્લેક કલરની હૂડી અને કેપ પહેરી છે. ઉપરાંત કાળા રંગના ચશ્મા પહેરેલા જોવા મળે છે. આ તસીવર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તસવીર પર કોમેન્ટ કરતા એક ફેને લખ્યું ભાઈ કેટરીના ક્યાં છે….? જ્યારે અન્ય ફેને પુછ્યુ હલવો કેવો હતો..? આ સિવાય અન્ય કેટલાક ફેન્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,કેટરીના કૈફે શુક્રવારે તેના સાસરિયામાં હલવો બનાવ્યો હતો. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હલવાનો ફોટો શેર કરતા કેટરિનાએ લખ્યું, આ મેં બનાવ્યો છે. સાથે જ વિકી કૌશલે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હલવાનો ફોટો શેર કરતા લખ્યુ અત્યાર સુધીનો શ્રેષ્ઠ હલવો.

વિકી કૌશલના એક્ટિંગની થઈ રહી છે પ્રશંશા

સુત્રોનું માનીએ તો લગ્ન બાદ વિકી અને કેટરીના હનીમૂન માટે માલદીવ ગયા હતા. લગ્નના બીજા જ દિવસે તે જયપુરથી માલદીવ જવા રવાના થયા હતા. હનીમૂન પરથી પરત ફર્યા બાદ મુંબઈમાં પહેલીવાર કપલ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. મળતા અહેવાલો મુજબ, વિકી અને કેટરિના ટૂંક સમયમાં જ મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરશે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલની સરદાર ઉધમ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંશા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Happy Birthday Richa Chadha : આ કારણે ઋચા ચઢ્ઢા અને અલી નથી કરી રહ્યા લગ્ન ! જાણો બંનેની ફિલ્મી લવ સ્ટોરી

આ પણ વાંચો : Birthday Special :સલમાનની ફિલ્મથી ડેબ્યૂ કરનાર ઐશ્વર્યા જેવી દેખાતી આ અભિનેત્રી આજે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">