કોરોના રોગચાળા વચ્ચે Varun Dhawan ને જન્મદિવસનો ગ્રાફિક્સ શેર કરવો પડ્યો ભારે, ટ્રોલિંગ પછી કર્યું ડિલીટ

કોરોના રોગચાળા વચ્ચે Varun Dhawan ને જન્મદિવસનો ગ્રાફિક્સ શેર કરવો પડ્યો ભારે, ટ્રોલિંગ પછી કર્યું ડિલીટ
Varun Dhawan

24 એપ્રિલે વરુણ ધવનનો જન્મદિવસ છે. ચાહકોએ તેમના જન્મદિવસને વિશેષ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને સોશિયલ મીડિયામાં તેમના જન્મદિવસનો ગ્રાફિક્સ શેર કરવામાં આવી રહ્યો છે.

Hiren Buddhdev

| Edited By: Bhavesh Bhatti

Apr 22, 2021 | 7:29 PM

કોરોના રોગચાળા વચ્ચે પોતાના જન્મદિવસનો ગ્રાફિક્સ સોશિયલ મીડિયા પર શેર કરવાનું વરુણ ધવનને ભારે પડી ગયું. આ વિશે વરુણનું એટલું ટ્રોલિંગ થયું કે, તેમણે આ ગ્રાફિક્સ ડિલીટ કરી નાખવું પડ્યું અને તેની સ્પષ્ટતા પણ કરવી પડી.

24 એપ્રિલ વરુણ ધવનનો જન્મદિવસ છે. તેમના ચાહકોએ તેમના જન્મદિવસને વિશેષ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને તેમના જન્મદિવસનો ગ્રાફિક્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેને વરુણના ચાહકો જન્મદિવસ પર તેમના ડીપી તરીકે ઉપયોગ કરવા માગે છે. આવી જ એક ગ્રાફિક્સ મંગળવારે વરુણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી હતી, જેને વરુણની ફિલ્મોના લુક્સને જોડીને બનાવવામાં આવ્યુ હતું. આ ગ્રાફિક્સની બંને બાજુ, નાના શબ્દોમાં ઘરોમાં સલામત રહેવાનો સંદેશ લખવામાં આવ્યો છે.

વરૂણ ધવન આ શેર કરતી વખતે સુરક્ષિત રહેવાની વાત કરી હતી. કોરોના રોગચાળા વચ્ચે, વરુણની આ પોસ્ટ પર ઘણા યુઝર્સએ નકારાત્મક ટિપ્પણી કરી, જેના પછી તેમણે તેને ડિલીટ કરી નાખી. એક યુઝર્રની આવી જ ટિપ્પણીને રીટ્વીટ કરીને વરુણે કહ્યું કે તેમણે કોઈને ખુશ કરવા માટે આ કર્યું હતું, જેણે આ ગ્રાફિક બનાવ્યુ હતું અને શેર કરવાની વિનંતી કરી હતી, પરંતુ મને લાગે છે કે આ બધા માટે આ માધ્યમનો ઉપયોગ હમણા કરવો ન જોઈએ.

વરુણના આ પગલાની ઘણા યુઝર્સઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તે જ સમયે, તેમના ફેન ક્લબના સભ્યોએ પણ વરુણને આ સ્થિતિમાં પહોચાવી દેવા બદલ માફી માંગી છે. તમને જણાવી દઈએ કે, વરુણે તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં એક ભેડિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમર કૌશિક કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

આ પણ વાંચો :- 14 વર્ષ પહેલા શાહી રીતે થયા હતા Abhishek Bachchan અને Aishwarya Raiના લગ્ન, હોટેલની બાલકનીમાં કર્યું હતું પ્રપોઝ

આ પણ વાંચો :- ભારતના વસ્તી વધારાથી Kangana Ranaut ગુસ્સામાં, કહ્યુ ત્રીજુ સંતાન થાય તો ફટકારો દંડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati