2 ફેબ્રુઆરીએ અહીં થશે Varun અને Natashaના લગ્નનું રિસેપ્શન, જાણો વિગતો

વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્નના બંધનમાં બંધાયા. બંનેના લગ્ન અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં થયા હતા.

2 ફેબ્રુઆરીએ અહીં થશે Varun અને Natashaના લગ્નનું રિસેપ્શન, જાણો વિગતો
Varun and Natasha

વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્નના બંધનમાં બંધાયા. બંનેના લગ્ન અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં થયા હતા. કોવિડ 19 ને ધ્યાનમાં રાખીને, બોલિવૂડના અમુક લોકોને જ આમંત્રણ અપાયું હતું. પરંતુ આ દરમિયાન એવા સમાચાર છે કે વરુણ ટૂંક સમયમાં તેના લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર વરુણ ધવન 2 ફેબ્રુઆરીએ મુંબઇની ફાઈવ સ્ટાર હોટલમાં તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન આપશે.

24 જાન્યુઆરી રવિવારે વરૂણ અને નતાશાએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. વરૂણ ધવને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમના લગ્નના ફોટા શેર કર્યા છે. આ તસવીરો શેર કરતા વરુણે કેપ્શનમાં લખ્યું કે, ‘જિંદગીભર કા પ્યાર આજ ઓફિશિયલ હો ગયા.’

જણાવી દઈએ કે વરૂણ ધવન અને નતાશા દલાલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને સ્કૂલના દિવસોથી જ એક બીજાને ઓળખતા હતા. નતાશા એક ફેશન ડિઝાઇનર છે. તેણીએ તેના લગ્નમાં તેના સેલ્ફ ડિઝાઇન કરેલા પોશાક પહેર્યા છે. આ સિવાય રિસેપ્શનમાં વરૂણ ધવન વિશેષ એન્ટ્રી લગાવવાના પણ સમાચાર છે. વરુણ ક્વાડ બાઇકમાં પ્રવેશ કરશે.

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે વરૂણ અને નતાશાના લગ્નનું રિસેપ્શન 26 જાન્યુઆરીએ યોજાશે, પરંતુ એવું માનવામાં આવે છે કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ હોવાથી, પરિવારે રિસેપ્શન પાર્ટીની તારીખમાં ફેરફાર કર્યા છે.

વરુણ અને નતાશાના લગ્નની ઉજવણી 22 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. અલીબાગના રિઝોર્ટમાં એક્ટરની બેચલર પાર્ટી ત્યારબાદ મહેંદી, હલ્દી અને સંગીત સેરિમની જેવા ઘણા કાર્યક્રમો યોજાયા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati