યુઝરે દીપિકા પાદુકોણને કર્યો અભદ્ર મેસેજ, અભિનેત્રીએ આપ્યો યોગ્ય જવાબ

યુઝરે દીપિકા પાદુકોણને કર્યો અભદ્ર મેસેજ, અભિનેત્રીએ આપ્યો યોગ્ય જવાબ
Deepika Padukone (File Image)

બોલિવૂડ સ્ટાર્સને ટ્રોલનો સામનો કરવો પડે છે. કેટલીકવાર આ ટ્રોલ્સ દરેકની સામે હોય છે તો ક્યારેક ખાનગી સંદેશાઓમાં પણ. આના પર સ્ટાર્સ જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

Feb 13, 2021 | 4:59 PM

બોલિવૂડ સ્ટાર્સને ટ્રોલનો સામનો કરવો પડે છે. કેટલીકવાર આ ટ્રોલ્સ દરેકની સામે હોય છે તો ક્યારેક ખાનગી સંદેશાઓમાં પણ. આના પર સ્ટાર્સ જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. કેટલાક સ્ટાર્સ આવા ટ્રોલ્સને સંપૂર્ણ રીતે અવગણવાની સલાહ આપે છે, જ્યારે કેટલાક તેમને યોગ્ય જવાબ આપે છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે (Deepika Padukone) પણ આવું જ કંઈક કર્યું છે.

દીપિકા પાદુકોણે તાજેતરમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે, જેમાં યુઝરે દીપિકાને મેસેજ કરીને અપશબ્દો કહ્યા હતા. દીપિકાએ આની અવગણના કરવાને બદલે યુઝરને સાચો પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો અને આ સંદેશનો સ્ક્રીનશોટ તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. સ્ક્રીનશોટ શેર કરીને અભિનેત્રીએ લખ્યું કે, “તમારા પરિવારને તમારા પર ખૂબ ગર્વ છે”. ચાહકો દીપિકાની આ સ્ટાઈલ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

જો દીપિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં ઘણી મોટી ફિલ્મોનો ભાગ છે. હાલ તે શકુન બત્રાની શીર્ષક વિનાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે અનન્યા પાંડે અને સિદ્ધંત ચતુર્વેદી જોવા મળશે. તે જ સમયે, અભિનેત્રી કબીર ખાનના નિર્દેશનમાં તેમના પતિ રણવીર સિંહ સાથે 83માં જોવા મળશે.

આ સિવાય તે હાલમાં શાહરૂખ ખાન સાથે ‘પઠાણ’નું શૂટિંગ કરી રહી છે. જ્યાં તે ટૂંક સમયમાં આ ફિલ્મ માટે દુબઈ જશે. અભિનેત્રી ત્યાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે ફિલ્મનું છેલ્લું શિડ્યુલ પૂર્ણ કરશે. આ સાથે દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘ફાઈટર’માં રિતિક રોશન સાથે જોવા મળશે. અહેવાલ છે કે આ ફિલ્મમાં અભિનેત્રી મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: PCએ તેના પુસ્તકમાં રિલેશનશિપ વિશે કર્યા ખુલાસા, બ્રેકઅપ બાદ વધી ગયું હતું 9 કિલો વજન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati