ઉર્ફી જાવેદનો ગ્લેમર્સ લુક થયો વાયરલ, ફેન્સ તેના બોલ્ડ લુકના દિવાના બન્યા

ઉર્ફી જાવેદનો ગ્લેમર્સ લુક થયો વાયરલ, ફેન્સ તેના બોલ્ડ લુકના દિવાના બન્યા
Urfi Javed
Image Credit source: Instagram

ઉર્ફી જાવેદે (Urfi Javed) હંમેશા પોતાની અનોખી ફેશન સેન્સથી લોકોને ચોંકાવી દીધા છે. ઉર્ફી ફરી એકવાર કેમેરાની સામે બેબાક બની છે. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 13, 2022 | 8:20 PM

ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદને (Urfi Javed) તેના અભિનયથી બહુ લોકપ્રિયતા મળી નથી, પરંતુ તે પોતાની અનોખી ફેશન સેન્સથી આજે સોશિયલ મીડિયાની (Social Media) સેન્સેશન બની ગઈ છે. ઉર્ફી હંમેશા પોતાની જાતને બોલ્ડ દેખાડવા માટે તેના ડ્રેસ સાથે પ્રયોગ કરતી રહે છે. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ ફેન્સ તેના લુકના દિવાના છે તો બીજી તરફ ટ્રોલર્સ તેની પાછળ પડી ગયા છે. જોકે, તેનાથી ઉર્ફીને ક્યારેય કોઈ ફરક પડ્યો નથી.

ઉર્ફી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે

આ દિવસોમાં તેનો બોલ્ડ અવતાર દરરોજ હેડલાઇન્સમાં છે. ઉર્ફીએ હંમેશા ફેશનથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. સાથે જ તેની બોલ્ડનેસ દરરોજ વધી રહી છે. ઉર્ફી ફરી એકવાર કેમેરાની સામે બેબાક બની છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઈન્ટરનેટનું તાપમાન વધારવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા.

ઉર્ફીનો બોલ્ડ લુક કેમેરામાં કેદ થયો

આમાં તે વ્હાઇટ રિવિલિંગ ટોપ અને જીન્સ પહેરેલી જોઇ શકાય છે. જોકે લોકોની નજર તેના સ્ટાઇલિશ પેન્ટ પર ટકેલી છે. આ લુકમાં ઉર્ફીની બોલ્ડનેસ જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે લાઇટ મેક-અપ કર્યો છે અને બે ચોટી બનાવી છે. અહીં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફીનું પર્ફોર્મન્સ કોઈને પણ પાગલ કરી દેવા માટે પૂરતું છે. તેની સ્માઈલ અને કિલર સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું હતું.

હોટનેસ જોઈને ફેન્સ પાગલ

હવે ઉર્ફીના આ વીડિયો પર લોકોની કમેન્ટ આવી રહી છે. કેટલાક યુઝર્સે ઉર્ફીની મજાક ઉડાવતા કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉર્ફીની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણીને ‘બિગ બોસ ઓટીટી’ દ્વારા ઓળખ બનાવી હતી. જો કે, આ પહેલા તે ‘મેરી દુર્ગા’, ‘બેપનહા’, ‘જીજી મા’ અને ‘દયાન’ જેવા ઘણા શોમાં જોવા મળી છે, પરંતુ આ દરમિયાન તે ક્યારેય દર્શકોનું ધ્યાન ખેંચી શકી નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati