અક્ષય કુમારના પુત્ર આરવે પૂછ્યું કે, આપણે કેમ ધનવાન છીએ ? ટ્વિંકલ ખન્નાએ આપ્યો મજેદાર જવાબ

ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ત્યારે તાજેતરમાં તેમના પુત્ર આરવના એક સવાલ વિશે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યુ છે.

અક્ષય કુમારના પુત્ર આરવે પૂછ્યું કે, આપણે કેમ ધનવાન છીએ ? ટ્વિંકલ ખન્નાએ આપ્યો મજેદાર જવાબ
Twinkle khanna & Aarav (File Photo)

Twinkle Khanna: અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. ત્યારે ટ્વિંકલે તાજેતરમાં જ તેના પુત્ર આરવના બાળપણ વિશે જણાવ્યુ છે. એકવાર તેના પુત્ર આરવે (Aarav) તેને એક સવાલ પૂછ્યો હતો જેનો તેણે આ રીતે જવાબ આપ્યો હતો.

ટ્વિંકલે જણાવ્યુ કે, એકવાર તેના પુત્ર આરવે તેને પૂછ્યું કે તે આટલો અમીર કેમ છે અને બીજા કેમ નથી. તમને જણાવી દઈએ કે, ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં ઇન્ફોસિસના(Infosys) ચેરપર્સન સુધા મૂર્તિ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન ટ્વિંકલે કહ્યું કે, કેટલીક વખત સારા પરિવારમાંથી આવતા બાળકોના મનમાં ગિલ્ટ હોય છે. તેણે સુધાને પૂછ્યું હતુ કે, તમે તમારા બાળકોને કઈ રીતે સમજાવો છો.

સુધા મૂર્તિએ એક કિસ્સો સંભળાવ્યો

સુધા મૂર્તિએ જણાવ્યુ હતુ કે, એકવાર તે પોતાના પુત્ર રોહનને આદિજાતિના લોકોને મળવા માટે લઈ ગઈ હતી. તે સમયે રોહન 13 વર્ષનો હતો. તેણે કહ્યું કે તેમાંના ઘણા કદાચ તેના કરતા વધુ તેજસ્વી છે, પરંતુ તેનો જન્મ સારા ઘરમાં થયો છે, તો તેણે તેને ક્યારેય હળવાશથી લેવુ જોઈએ નહીં.

આરવે ટ્વિંકલને એક સવાલ પૂછ્યો હતો

ટ્વિંકલ ખન્નાએ જણાવ્યુ હતુ કે, હું મારા બાળકોને પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એકવાર મારા દીકરાએ મને પૂછ્યું કે આપણે અમીર કેમ છીએ અને બાકીના કેમ નથી? પછી મેં તેને કહ્યુ કે, જ્યારે તમે ચાંદીના ચમચી લઈને જન્મ લો છો, ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી જવાબદારી છે. જો તમે કોઈ વિશેષાધિકાર સાથે જનમ્યા છો, તો તમારે કેટલીક એવી વસ્તુઓ અન્ય લોકોને આપવી જોઈએ જે તેમની પાસે નથી.

ટ્વિંકલે વધુમાં કહ્યુ કે, તે દિવસથી આરવના જીવનનો દ્રષ્ટિકોણથી બદલાઈ ગયો અને તેને સમજાયું કે વિશેષાધિકાર એ એક પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ તમે અન્યની મદદ માટે કરી શકો છો.તમને જણાવી દઈએ કે, ટ્વિંકલ ખન્નાને એક પુત્રી નિતારા પણ છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

આ પણ વાંચો: Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે

આ પણ વાંચો: Break Point Review : મહેશ અને લિએન્ડરની જોડીએ દિલ જીતી લીધું, ઓન-ઓફ કોર્ટ સ્ટોરી જોવા મળી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati