કોરોના સંક્રમિત થયા પછી ટીવી એક્ટર Aniruddh Daveની હાલત ગંભીર, આઈસીયુમાં દાખલ

કોરોના રોગચાળાથી પરિસ્થિતિ દિવસેને દિવસે બેકાબૂ બની રહી છે. અત્યાર સુધીમાં ઘણા સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી કેટલાક સ્વસ્થ થયા છે, જ્યારે ઘણા હજી પણ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

  • tv9 webdesk40
  • Published On - 20:03 PM, 1 May 2021
કોરોના સંક્રમિત થયા પછી ટીવી એક્ટર Aniruddh Daveની હાલત ગંભીર, આઈસીયુમાં દાખલ
Aniruddh Dave

કોરોના રોગચાળાથી પરિસ્થિતિ દિવસેને દિવસે બેકાબૂ બની રહી છે. અત્યાર સુધીમાં ઘણા સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી કેટલાક સ્વસ્થ થયા છે, જ્યારે ઘણા હજી પણ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. સીરીયલ ‘પટિયાલા બેબ્સ’ના અભિનેતા અનિરુદ્ધ દવેને આશરે 10 દિવસ પહેલા કોરોના ચેપ લાગ્યો હતો, પરંતુ તેમની હાલત પહેલા કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

દોસ્તે આપી જાણકારી

અનિરુદ્ધના નજીકના મિત્ર આસ્થા ચૌધરીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. આસ્થા તેમની ઈન્સ્ટા સ્ટોરી પર લખે છે કે ‘દોસ્ત અનિરુદ્ધનાં ઠીક થવાની પ્રાર્થના કરો. તે આઈસીયુમાં દાખલ છે. કૃપા કરી થોડો સમય કાઢી અને તેમના માટે પ્રાર્થના કરો.’

 

 

 

 

ભોપાલમાં કરી રહ્યા હતા શૂટિંગ

અનિરુદ્ધ દવે આશરે 10 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેઓ ભોપાલમાં વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યા હતા, જ્યારે તેમની તબિયત લથડતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એક અહેવાલ મુજબ તેમના મિત્ર અજયસિંહ ચૌધરીએ આ વિશે માહિતી આપી હતી. અજયે કહ્યું કે ‘અનિરુદ્ધ ભોપાલમાં શૂટિંગ કરી રહ્યા હતા જ્યારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો.

 

ભોપાલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઈન્ફેક્શન વધ્યા બાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજનનું લેવલ ખૂબ ઓછું થઈ ગયું હતું અને તેમાં નોધપાત્ર ઉતાર-ચડાવ થતો હતો. તે એક અલગ શહેરમાં છે અને તેમની સાથે એક છોકરો છે. અમે અત્યારે ભોપાલ જઈ શકતા નથી. જોકે, તેઓ તેની સાથે સતત સંપર્કમાં રહે છે.’

 

મુખ્ય શોઝ

અનિરુદ્ધ છેલ્લે સીરીયલ ‘શક્તિ – અસ્તિત્વ કે એહસાસ કી’ માં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે ‘પટિયાલા બેબ્સ’ સહિતના અન્ય શોમાં પણ કામ કર્યું હતું. તે અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’માં પણ જોવા મળશે.

 

આ પણ વાંચો :- Birthday Special : જ્યારે Anushka Sharma પર ભાજપના નેતાએ લગાવ્યો હતો ગંભીર આરોપ, કહ્યું અભિનેત્રીને છૂટાછેડા આપે વિરાટ કોહલી

 

આ પણ વાંચો :- Anushka Sharma એ જ્યારે આપ્યું હતું Aamir Khan ની આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે ઓડિશન, જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ