Top 5 News : આમિર ખાન અને કિરણ થયા છુટા, રણવીર સિંહ લઈને આવ્યા નવો શો, વાંચો મનોરંજનના મોટા સમાચારો

જો તમે શનિવારે મનોરંજન જગતને લગતા કોઈ મોટા સમાચાર ચૂક્યા છો, તો Entertainment Top 5 માં તમે આ વિશે વિગતવાર વાંચી શકો છો.

Top 5 News : આમિર ખાન અને કિરણ થયા છુટા, રણવીર સિંહ લઈને આવ્યા નવો શો, વાંચો મનોરંજનના મોટા સમાચારો
Aamir Khan, Kiran Rao, Ranveer Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 4:07 PM

મનોરંજનની દુનિયામાં, દરરોજ એવા સમાચાર બહાર આવે છે, જે લોકોના ચહેરા પર ક્યારેક સ્મિત લાવે છે, અને કેટલીક વાર નિરાશ કરે છે. 3 જી જુલાઈ એટલે કે શનિવારે પણ બોલીવુડથી લઈને ટીવી સુધીના તમામ સમાચારો હેડલાઇન્સમાં રહ્યા હતા. એક તરફ જ્યાં આમિર ખાન અને કિરણ રાવ અલગ થઈ ગયા છે, બીજી તરફ રણવીર સિંહ ટીવી પર પોતાનો નવો શો લઈને આવ્યા છે, જેનો પ્રોમો તેમણે શનિવારે શેર કર્યો હતો. જો તમે શનિવારે મનોરંજન જગતને લગતા કોઈ મોટા સમાચાર ચૂક્યા છો, તો Entertainment Top 5 માં તમે આ વિશે વિગતવાર વાંચી શકો છો.

આમિર ખાન અને કિરણ રાવ છૂટા પડ્યા

આમિર ખાન (Aamir khan) અને કિરણ રાવ (Kiran Rao) લગ્નના 15 વર્ષ પછી અલગ થઈ ગયા છે. અભિનેતાએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. અભિનેતાએ નિવેદનમાં લખ્યું છે કે, “આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથ જીવનભરના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે.” હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ – હવે પતિ-પત્ની તરીકે નહીં, પણ એકબીજાના માટે સહ-માતા-પિતા અને પરિવાર તરીકે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડીનો મોરિયા અને અહેમદ પટેલના જમાઇની સંપત્તિને ઇડીએ કરી જપ્ત

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના જમાઈ અને અભિનેતા ડીનો મોરિયા, સંજય ખાન અને ડીજે અકીલની સંપત્તિ ગુજરાત સ્થિત દવા કંપની સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપ સાથે સંકળાયેલા ધનશોધન કેસમાં જપ્ત કરી છે.

ઇડીએ કહ્યું કે ધન શોધન નિરોધક અધિનિયમ (પીએમએલએ) હેઠળ ચાર લોકોની સંપત્તિ જપ્ત કરવાનો પ્રારંભિક આદેશ જારી કરવામાં આવ્યો છે. સંપતીની કિંમત 8.79 કરોડ રૂપિયા છે. કેન્દ્રિય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આમાંથી ખાનની જપ્ત કરવાની સંપત્તિ ત્રણ કરોડ રુપિયાની છે, ડીનો મોરિયાની સંપતિ 1.4 કરોડ રુપિયાની છે અને ડીજે અકીલ તરીકે જાણીતા અકીલ અબ્દુલખલીલ બચુઅલીની સંપત્તિ 1.98 કરોડ રુપિયાની છે, જ્યારે પટેલના જમાઇ ઇરફાન અહેમદ સિદ્દીકીની સંપત્તિ 2.41 કરોડ રુપિયાની છે.

Health Update: દિલીપકુમારની તબિયતમાં સુધારો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે બુધવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની સ્થિતિમાં સુધરે છે પરંતુ તે હજી પણ આઈસીયુમાં દાખલ છે. દિલીપકુમારની પત્ની સાયરા બાનો (Saira Banu) એ તેમની તબિયત વિશે માહિતી આપી છે અને એમ પણ કહ્યું છે કે દિલીપ સાહેબને આજે રજા આપવામાં આવી નથી.

સાયરા બાનોએ કહ્યું છે કે દિલીપકુમારની તબિયત હવે સ્થિર છે. તે હજી પણ આઈસીયુમાં છે. અમે તેમને ઘરે લઈ જવા માંગીએ છીએ પરંતુ અમે ડૉક્ટરની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. તેમને આજે છૂટા કરવામાં આવી રહ્યા નથી. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે દિલીપ સાહેબને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું કે તેમના ફેફસાંમાં પાણી ભરાયું છે. જેના પછી તેમનું પ્લેયૂરલ એસ્પિરેશન કરીને ફેફસાંમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું. દિલીપ સાહેબના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

જાણો કેમ, અમિતાભ બચ્ચનના બંગલો ‘પ્રતિક્ષા’ ની દિવાલ તોડવા જઇ રહી છે BMC

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ઘરની દિવાલ તોડવાની તૈયારી મુંબઇમાં ચાલી રહી છે. હા, એવા સમાચાર છે કે મુંબઈ મહાનગરપાલિકા ખૂબ જ જલ્દી અમિતાભ બચ્ચનના જુહુ બંગલા ‘પ્રતિક્ષા’ ની એક બાજુની દિવાલ તોડવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2017 માં જ બીએમસીએ અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી હતી, પરંતુ બિગ બીએ હજી સુધી આ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.

આવી સ્થિતિમાં, બીએમસીએ હવે મુંબઈ ઉપનગરીય કલેક્ટ્રેટ સર્વે અધિકારીઓને ‘પ્રતિક્ષા’ બંગલામાં તોડી શકાય તે ભાગને અંકિત કરવાની સૂચના આપી છે. આ દિવાલને બાજુના રસ્તાને પહોળો કરવા માટે તોડી પાડવામાં આવી રહી છે. બંગલાની બાજુમાં, આ રસ્તો ઇસ્કોન મંદિર તરફ જાય છે. જુહુમાં બચ્ચન પરિવારનો આ પહેલો બંગલો હતો. આ સિવાય અમિતાભ બચ્ચનના જુહુમાં વધુ બે બંગલા છે, જેમના નામ જનક અને જલ્સા છે.

The Big Picture : રણવીર સિંહનો નવો શો આવ્યો લોકોની કિસ્મત બદલવા, પિક્યર્સની મદદથી જીતશે કરોડો

મોટા પડદા પછી હવે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) નાના પડદે પોતાનું કમાલ બતાવવા માટે તૈયાર છે. તે ટીવી પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તે ક્વિઝ શો લઈને આવી રહ્યો છે જેનું નામ છે ધ બિગ પિક્ચર. રણવીરનો આ નવો શો કલર્સ ટીવી પર આવશે અને આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

કલર્સ ટીવીએ રણવીરનો શો ધ બિગ પિક્ચરનો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રોમોમાં રણવીર કહે છે – જોવા માટે તો આ રણવીર સિંહ છે, પરંતુ કોઈએ તેમાં દિલ્હીનો બિટ્ટુ શર્મા જોયો, કોઈએ તેમાં બાજીરાવને જોયો તો ક્યારેક ખિલજી. ક્યારેક કડક અને ક્યારેક લવર બોય, ક્યારેક લૂંટારો અને ક્યારેક ગલી બોય. જોવા જાય તો રમત ફક્ત એક દૃષ્ટિનો છે. લઈ ને આવી રહ્યો છું હું બીગ પિક્ચર એક અનોખો ક્વિઝ શો જેમાં તસ્વીરોમાં પ્રશ્નો અને જવાબોમાં મળશે કરોડો. ધ બિગ પિક્ચર તસ્વીરથી તકદીર સુધી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">