AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC: જેઠાલાલે આ શું કરી દીધુ? પોતાના જ પરમમિત્રની નોકરી મુકી દીધી જોખમમાં!

તારક મહેતા પર ફક્ત બોસ જ નહીં પરંતુ અંજલીના ગુસ્સાની તલવાર પણ લટકી છે. જો અંજલીને ખબર પડશે કે તારકે ફરીથી પોતાની બિમારીનું બહાનું કરીને બોસ પાસેથી રજા માંગી છે તો તે પણ નારાજ થઈ શકે છે.

TMKOC: જેઠાલાલે આ શું કરી દીધુ? પોતાના જ પરમમિત્રની નોકરી મુકી દીધી જોખમમાં!
TMKOC
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:09 PM
Share

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ooltah Chashmah) જેઠાલાલ (Jethalal) પર વારંવાર સંકટ તો આવતુ જ રહે છે અને તેને બચાવવા હંમેશા આગળ આવે છે તેમના પરમ મિત્ર તારક મહેતા (Tarak Mehta). એટલે જ તેમને જેઠાલાલ ફાયર બ્રિગેડ કહીને બોલાવે છે. પરંતુ આ વખતે શોમાં કઈંક અલગ થવા જઈ રહ્યું છે. આ વખતે મહેતા સાહેબના જીવન પર સંકટ આવવાનું છે અને તેનું કારણ હશે જેઠાલાલ. જી હાં. જેઠાલાલ તેમના પરમમિત્ર માટે મુસીબત સાબિત થવાના છે.આવો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

જેઠાલાલની દુકાનનો સામાન સુરક્ષિત છે આ વાત જાણીને જેઠાલાલ, તારક મહેતા અને સોઢીની ખુશીનો કોઈ ઠેકાણો નથી. આજ ખુશીને સેલિબ્રેટ કરવા તેઓ લંચ કરવાનો પ્લાન બનાવે છે. બધા લંચ પ્લાન તો કરી લે છે, પરંતુ આ લંચ મહેતા સાહેબ માટે મોટી મુસિબત લઈને આવ્યુ છે.

ખરેખર વાત એમ છે કે તારક મહેતા તો ભૂલી જ ગયા કે તેમણે પોતાની પત્ની અંજલી બિમાર હોવાનું બહાનું કાઢીને ઓફિસથી રજા લીધી છે. તારકને તો અંદાજો પણ નથી કે તેનો બોસ પીછો કરી રહ્યો છે. જ્યારે તમામ લોકો ખાઈ રહ્યા હોય છે, ત્યારે અચાનક જ તારકના બોસ આવીને તેમને પોતાના આગામી ઓર્ડર વિશે સવાલ કરે છે. ત્રણેય ખાવામાં મશ્ગુલ હોય છે તેમને વાતનો કોઈ અંદાજ જ નથી તેવામાં જેઠાલાલ તારક મહેતાના બોસને વેઈટર સમજીને ગુલાબ જાંબુનો ઓર્ડર આપવા લાગે છે.

પોતાના બોસનો અવાજ સાંભળીને તારક મહેતાના ચહેરાનો રંગ ફિક્કો પડી જાય છે. તેને સમજણ નથી પડી રહી કે તે જેઠાલાલને કઈ રીતે જણાવે કે તે જેને ઓર્ડર આપી રહ્યા છે તે વેઈટર નહીં પણ તેમના બોસ છે. પહેલા જ સમય પર ફાઈલ સબમીટ ન કરવાને લઈને બોસ તારકથી નારાજ છે. હવે જ્યારે તેમને ખબર પડી છે કે અંજલી બિમાર હોવાનું બહાનું બનાવીને તારક પાર્ટી કરી રહ્યા છે તો શું તે મહેતા સાહેબની આ કરતૂતને માફ કરશે?

તારક મહેતા પર ફક્ત બોસ જ નહીં, પરંતુ અંજલીના ગુસ્સાની તલવાર પણ લટકી છે. જો અંજલીને ખબર પડશે કે તારકે ફરીથી પોતાની બિમારીનું બહાનું કરીને બોસ પાસેથી રજા માંગી છે તો તે પણ નારાજ થઈ શકે છે. શું તારક મહેતા પોતાના બોસને સમગ્ર મામલો સમજાવી શક્શે? એક વાતની ગેરંટી તો છે કે દર્શકોને આ એપિસોડમાં ખૂબ મજા આવશે.

આ પણ વાંચો – Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક

આ પણ વાંચો – Side Effects Of Almonds: આ પાંચ લોકોએ ક્યારે પણ ન ખાવી જોઈએ બદામ નહીં તો થશે નુક્સાન

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">