Tiger Shroff અને Disha Patani માલદીવથી પરત ફર્યા, બંનેનાં વાયરલ વિડિયો પર લોકો ભડક્યા અને કરી નાખ્યા ટ્રોલ

નવાઝુદ્દીન સિદ્દીકી અને શ્રુતિ હાસન જેવા સેલેબ્સે મુશ્કેલ સમયમાં વેકેશન પર ગયેલા સ્ટાર્સ પર નારાજગી વ્યક્ત કરી હતી. વેકેશન પર જતા સ્ટાર્સમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટણી પણ છે.

કોરોનાના બગડતા સંજોગોની વચ્ચે, બોલિવૂડની ઘણી હસ્તીઓએ તેમના વેકેશનના ફોટાઓને લઈને જોરદાર હેડલાઇન્સ બનાવી હતી. નવાઝુદ્દીન સિદ્દીકી અને શ્રુતિ હાસન જેવા સેલેબ્સે મુશ્કેલ સમયમાં વેકેશન પર ગયેલા સ્ટાર્સ પર નારાજગી વ્યક્ત કરી હતી. વેકેશન પર જતા સ્ટાર્સમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટણી પણ છે. બંને થોડા સમય પહેલા માલદીવ વેકેશન જવા રવાના થયા હતા. તે દરમિયાન તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, હવે તે બંને તેમની સફરમાંથી પાછા ફર્યા છે, મુંબઇ એરપોર્ટ પરથી બહાર આવ્યા પછી ટાઇગર અને દિશાના વીડિયોને જોઈને, ઘણા લોકોએ તેમને જોરદાર ટ્રોલ કર્યા છે.

મુંબઈ પરત ફર્યા દિશા અને ટાઇગર

દિશા પાટણીએ માલદીવ પર વેકેશનમાં જતાની સાથે તેનો બિકીની ફોટો શેર કર્યો હતો. જોકે આ પછી તેમની કોઈ પોસ્ટ જોવા મળી ન હતી. દરમિયાન, તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે કોરોના કેસને કારણે ભારતથી માલદીવ આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ટાઇગર શ્રોફ અને દિશા પાટણી તરત જ મુંબઈ પરત ફર્યા છે. તાજેતરમાં માનવ મંગલાનીએ એરપોર્ટ પરથી આ બંનેનો વીડિયો શેર કર્યો છે. દિશા જ્યારે પિંક ટેન્ક ટોપ અને બ્લુ રિપ્ડ જીન્સમાં જોવા મળી રહી છે, તો ટાઇગર બ્લુ વેસ્ટ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. બંનેના ચહેરા માસ્કથી ઢકાયેલા છે. દિશા અને ટાઇગરનો વીડિયો અહીં જુઓ

 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

 

મુંબઇ એરપોર્ટ પર દેખાયા

ટાઇગર શ્રોફ અને દિશા પાટણીનો મુંબઈ પાછા ફરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર ઘણા યુઝર્સ ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. લોકોએ ટાઇગર અને દિશાને ફરી એકવાર ટ્રોલ કર્યાં છે.

 

 

 

લોકોએ કરી હતી આવી કોમેન્ટસ

એક યુઝરે લખ્યું હતું કે ‘માલદીવમાં પ્રતિબંધ મૂક્યો તો ઘરે પાછા આવ્યાં’. બીજો કહે છે કે – ‘જ્યાં આખી દુનિયા ભારત માટે પ્રાર્થના કરી રહી છે, ત્યાં બોલિવૂડની હસ્તીઓ વેકેશન પર જઇ રહ્યાં છે, શરમ આવી જોઈએ’.

 

આ પણ વાંચો :- Bihar: કોરોના નાઇટ કર્ફ્યુમાં ઉડાવી ધજ્જીયા, ભોજપુરી અભિનેત્રી Akshra Singh લગાવ્યા ઠુમકા, અભિનેત્રી સહિત 200 સામે કેસ દાખલ

આ પણ વાંચો :- Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati