અમૃતા રાવ અને પતિ RJ અનમોલે તેમના જીવન સાથે જોડાયેલા સંઘર્ષ વિશે કહી આ વાત

ઘણા વર્ષોના પ્રયત્નો પછી, વર્ષ 2020માં, આ સ્ટાર કપલ (RJ Anmol & Amrita Rao) જયારે થાઇલેન્ડમાં રજાઓ પર ગયા હતા, ત્યારે તેમને એ વાતની જાણ થયેલી કે અમૃતા હવે માતા બનવાની છે.

અમૃતા રાવ અને પતિ RJ અનમોલે તેમના જીવન સાથે જોડાયેલા સંઘર્ષ વિશે કહી આ વાત
Amrita Rao & RJ Anmol (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 10:46 AM

અમૃતા રાવ (Amrita Rao) અને આરજે અનમોલ (RJ Anmol) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આજે સૌથી સુંદર કપલમાંથી એક ગણાય છે. આ બંને તાજેતરમાં માતા-પિતા બન્યા છે અને તેમના જીવનના નવા તબક્કામાં પ્રવેશ્યા છે. તેમની પોતાની એક ‘કપલ ઓફ થિંગ્સ’ નામની યુટ્યુબ ચેનલ છે અને તેઓ બંને અવારનવાર તેમની લવ સ્ટોરીની ઝલક દુનિયા સાથે શેયર કરતા રહે છે. તાજેતરમાં આ સ્ટાર કપલ દ્વારા શેયર કરાયેલા નવા વીડિયોમાં (Viral Video) તેઓએ ગર્ભાવસ્થા સાથેના તેમના 4 વર્ષના સંઘર્ષ વિશે વાત કરી છે અને એ પણ જાહેર કર્યું હતું કે તેઓએ સરોગસી, IUI, IVF, હોમિયોપેથી અને આયુર્વેદ સહિત અનેક પ્રયાસો કર્યા હતા.

આ વીડિયોની શરૂઆતમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તેણી તેના ગાયનેકોલોજિસ્ટના ક્લિનિકમાં જ 3 વર્ષ વિતાવી રહી હતી. જો કે તેને IUI માટે જવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, તે આ સ્ટાર કપલ માટે કારગર નીવડ્યું ન હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સરોગસી દરમિયાન પોતાનું બાળક ગુમાવ્યું હતું

બાદમાં તેણીને સરોગસી પસંદ કરવાનું કહેવામાં આવ્યું. અનમોલે કહ્યું કે “આ અમારા માટે એક મોટો નિર્ણય હતો અને અમે તેના વિશે વિચારી રહ્યા હતા.” અમૃતાએ આગળ કહ્યું કે “સાચું કહું તો હું હા, મારે પ્રેગ્નન્ટ નહીં થવું પડે, શું તે ઠીક છે. અલબત્ત, એવા ઘણા પરિબળો છે જે બાળકને સરોગેટ માતાના ઘણા ગુણો વારસામાં આપે છે અને મૂળ માતા તે બાળકને આપી શકે તેમ નથી.”

અમૃતા-અનમોલનો આ લેટેસ્ટ વીડિયો અહીં જુઓ

અનમોલે તે સમયને પણ યાદ કર્યો જ્યારે ડૉક્ટરે તેને ફોન કર્યો હતો અને કહ્યું કે તેમની સરોગેટ માતા ગર્ભવતી છે અને તેણે બાળકના ધબકારા સોનોગ્રાફી દ્વારા અનુભવ્યા છે. થોડા દિવસો પછી તેઓને જાણ કરવામાં આવી કે તેમનું બાળક હવે આ દુનિયામાં આવી શકે તેમ નથી. એ સમયગાળો યાદ કરતાં અનમોલે કહ્યું હતું કે આજે પણ મારું દિલ તૂટે છે. અમૃતાએ કહ્યું ”એક માણસ તરીકે મને નથી લાગતું કે તમારે આટલા લાગણીશીલ બનવાની જરૂર છે. તે વસ્તુ આપણા હાથમાં નથી.” પાછળથી સ્ટાર કપલે ખુલાસો કર્યો કે તેમને IVF પસંદ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ તેમના માટે કામ ન કરી શક્યું હતું.

પુત્ર વીરનો જન્મ 2020માં થયો હતો

આ વીડિયોમાં બંનેએ યાદ કર્યું કે તેમને આયુર્વેદિક ડૉક્ટરની મુલાકાત લેવાનું પણ સૂચવવામાં આવ્યું હતું અને તેઓએ પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે અમૃતાએ કહ્યું કે આયુર્વેદિક દવાઓ તેણીને માફક ના આવી અને તેણીને સ્કીન ઈન્ફેકશન થઈ ગયું હતું. ઘણા વર્ષોના પ્રયત્નો પછી 01/11/2020ના રોજ આ સ્ટાર કપલે તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો – ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન 8 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે, ચાહકોમાં જોવા મળ્યો છે ભરપૂર ઉત્સાહ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">