
અરબાઝ ખાને 24 ડિસેમ્બરે બીજા લગ્ન કરી લીધા છે. તેણે પોતાના જીવનસાથી તરીકે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાનને પસંદ કરી છે. નિકાહ સેરેમનીના ઘણા વીડિયો અને ફોટો સામે આવ્યા હતા. પરંતુ હવે એક અનસીન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને અરબાઝની પત્ની શૂરા ખાને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આમાં અરબાઝ પોતાના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. દીકરો અરહાન પણ તેમાં જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અરબાઝ ખાન અને શૂરા ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર મળ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ તે વિશે વધુ માહિતી નથી. પરંતુ લગ્નના થોડા દિવસો બાદ શૂરા ખાને એક વીડિયો શેર કર્યો છે જેમાં અરબાઝ એક પાર્ટીમાં ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં શૂરા ખાન એકદમ ચોંકી ગયેલી દેખાય છે કારણ કે અરબાઝ તેને ઘૂંટણ પર બેસીને અને તેને ફૂલોનો મોટો ગુલદસ્તો આપીને પ્રપોઝ કરી રહ્યો છે. શૂરા અને અરબાઝના પરિવારના સભ્યો પણ તેમાં જોવા મળી રહ્યા છે. તે જ સમયે, શૂરા પણ આ બધું જોઈને શરમથી લાલ થઈ જાય છે. અભિનેતા ઘણીવાર સુધી ઘૂંટણિયે બેસી રહે છે. એટલામાં બહેન અર્પિતા આવે છે અને કલગીમાંથી એક કાર્ડ કાઢે છે. આ સમયે અરબાઝનો દિકરો અરહાન પણ જોવા મળી રહ્યો છે. તે પણ તેના પિતાને પ્રપોઝ કરતા જોઈ ખુશ થઈ રહ્યો છે.
અરબાઝે ઘૂંટણિયે બેસીને શૂરાને પ્રપોઝ કર્યા બાદ તે તેણીના હાથમાં વીંટી પહેરાવી રહ્યો છે. જે પછી શૂરા તેને ગળે લગાવે છે અને કિસ કરે છે. આ બંનેને એકસાથે જોઈને અરહાન તાળીઓ પાડતો અને ખુશીથી હસતો જોવા મળી રહ્યો છે. આયુષ શર્મા પણ અહીં જોવા મળ્યો હતો. તે પણ ખુશીથી તાળીઓ પાડી રહ્યો હતો અને ઉત્સાહિત હતો.
વીડિયો શેર કરતી વખતે શૂરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ’19મીએ હા કહેવાથી લઈને 24મી ડિસેમ્બરે લગ્ન કરવા સુધી. બધું ખૂબ જ ઝડપથી થયું. અરબાઝ અને હું હવે સત્તાવાર રીતે સાથે છીએ.અરબાઝે આ અંગે ટિપ્પણી કરી હતી અને લખ્યું, ‘ઘૂંટણ પર બેસીને ખૂબ જ સારું લાગ્યું.’ આ સિવાય ટીના દત્તા અને રિદ્ધિમા પંડિતે પણ તેમના મિત્ર શૂરાને નવી સફર માટે શુભેચ્છા પાઠવી હતી.
Published On - 11:47 am, Mon, 1 January 24