વિદેશી મૂળની આ અભિનેત્રીઓનો બોલિવૂડમાં જલવો, અભિનય અને ડાન્સિંગ જ નહીં, સિંગીગનો પણ ચલાવ્યો જાદુ

બોલિવૂડ એક એવું મંચ છે જેણે દરેક દેશના કલાકારોને પહેચાન આપી છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ વિદેશી મૂળની છે, જેમણે આજે ભારતીય સિનેમામાં ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. આ અભિનેત્રીઓએ ફક્ત તેમના અભિનયથી જ નહીં પરંતુ નૃત્ય અને ગાવાની પ્રતિભા દ્વારા પણ દર્શકોનું દિલ જીત્યું છે. ચાલો જાણીએ તેમના નામો.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 07, 2021 | 7:26 AM
એમી જેકસન: બ્રિટિશ અભિનેત્રી-મોડલ એમી જેકસન બોલિવૂડમાં પોતાનાં અભિનયનો પરિચય આપી ચુકી છે. તેમણે તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. એક દીવાના થા, સિંહ ઇઝ બ્લિંગ, ફ્રીકી અલી, દેવી સહિતની અન્ય ફિલ્મોમાં એમી જેક્સને મહત્વની ભૂમિકા ભજવી છે.

1 / 5
યુલિયા વંતુર: રોમાનિયન મૂળની મોડેલ-અભિનેત્રી-ગાયિકા, યુલિયા વંતુર, સલમાન ખાન સાથેના તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ યુલિયાએ સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું ગીત 'સીટી માર'માં પોતાનો અવાજ આપ્યો છે. આ સિવાય યુલિયાએ પ્યાર દે પ્યાર લે, પાર્ટી ચલે ઓન વગેરે ગીતોમાં પણ પોતાની અવાજનો જાદુ ફેલાવ્યો છે.

2 / 5
નોરા ફતેહી: કેનેડિયન મૂળની ડાન્સર, મોડલ, ગાયિકા, અભિનેત્રી અને નિર્માતા નોરા ફતેહી ભારતીય સિનેમાનું એક જાણીતું નામ છે. તેમણે હિન્દી, તેલુગુ, મલયાલમ અને તમિલ ભાષાની ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી છે. આજે તે બોલિવૂડની ઉભરતી અભિનેત્રીઓની યાદીમાં શામેલ છે. તેમના ડાન્સને કારણે નોરા ભારતીય પ્રેક્ષકોની પસંદની અભિનેત્રી પણ બની ગઈ છે.

3 / 5
એલી અવરામ: સ્વીડિશ-ગ્રીક મૂળની અભિનેત્રી એલી અવરામ હવે ભારતીય ફિલ્મોમાં પોતાની એક ખાસ ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. એલી સ્વીડિશ ફિલ્મોમાં કામ કર્યા પછી બોલિવૂડ તરફ વળી છે. મિક્કી વાયરસ તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી જે ઘણી ચર્ચામાં આવી હતી. આ પછી ઉંગલી, કિસ કિસ કો પ્યાર કરુ, વન નાઇટ સ્ટેન્ડ, નામ શબાના, બાજાર, જબરીયા જોડી, મલંગ સહિતની ઘણી ફિલ્મો તેમના હિસ્સામાં આવી.

4 / 5
નરગીસ ફખરી: અમેરિકન અભિનેત્રી અને મોડલ નરગીસ ફખરી બોલિવૂડ અભિનેત્રી તરીકે પ્રખ્યાત છે. તેમની પહેલી હિન્દી ફિલ્મ રોકસ્ટારમાં તેમણે રણબીર કપૂર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી હતી. રોકસ્ટાર સિવાય તેમણે મદ્રાસ કાફે, ફટા પોસ્ટર નીકલા હીરો, કિક, અઝહર, હાઉસફુલ 3, કામ કર્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">