થિયેટર બિઝનેસની કળ વળી ! આ ત્રણ ફિલ્મથી થિયેટરોએ ધમાકેદાર વાપસી કરી

સૂર્યવંશી ફિલ્મના કનેક્શન સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગ (Film Industry) સાતમા આસમાન પર પહોંચી ગયુ છે. 5 નવેમ્બરના રોજ રીલિઝ થયેલી બોલીવુડની ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર 77.08 કરોડની કમાણી કરી હતી.

થિયેટર બિઝનેસની કળ વળી ! આ ત્રણ ફિલ્મથી થિયેટરોએ ધમાકેદાર વાપસી કરી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 4:35 PM

લેખક- રાજા સેકર

ભારતમાં દિવાળી વિકેન્ડે પ્રેક્ષકો, વિતરકો તેમજ સમગ્ર ફિલ્મ ઉદ્યોગનું મનોબળ વધાર્યું છે. ‘સૂર્યવંશી’,(Sooryavanshi) રજનીકાંતની ‘અન્નાથે’ અને માર્વેલની ‘એટર્નલ્સ’ જેવી ત્રણ મોટી ફિલ્મોએ થિએટરને પાટે ચડાવ્યુ છે.તેમજ બોક્સ ઓફિસ કલેક્શન(Box Office Collection)  તેનો પુરાવો છે.ચાલો જોઈએ કે દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.

અન્નાત્થે અને એનિમી ફિલ્મની કેટલી કમાણી ?

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

4 નવેમ્બર સુધીની વાત કરીએ તો તમિલ સુપરસ્ટાર રજનીકાંતની અન્નાત્થેએ (Annaatthe)તમિલનાડુમાં ભવ્ય ડેબ્યૂ કર્યું છે.તેમજ કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં દર્શકોની સંખ્યા અપેક્ષા કરતા વધુ હતી. હિન્દી અને હોલીવુડ ફિલ્મોની જેમ તમિલ સિનેમામાં બોક્સ ઓફિસ ટ્રેકિંગ સિસ્ટમ નથી. જો કે, થિયેટોરના સ્ત્રોતોએ TV9 ને જણાવ્યું હતું કે અન્નાત્થે એ રિલીઝના શરૂઆતના સપ્તાહમાં તમિલનાડુમાં 72 કરોડ (Gross Box Office Collection) કમાણી કરી હતી.જે છેલ્લા દસ વર્ષમાં રજનીકાંતની કોઈપણ ફિલ્મ માટે સૌથી વધુ ઓપનિંગ છે. જો કે ભારે વરસાદને કારણે સોમવારે આ ફિલ્મ માત્ર 2 કરોડની આસપાસ જ બિઝનેસ કરી શકી હતી. ભારતમાં રજનીકાંત સ્ટાર ફિલ્મનું શરૂઆતના સપ્તાહમાં ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 84 કરોડની આસપાસ છે.

બીજી તરફ વિશાલ અને આર્ય અભિનીત ફિલ્મ ‘એનિમી’ એ ‘અન્નાત્થે’ સાથે સ્પર્ધા કરી હતી. આ ફિલ્મે શરૂઆતના સપ્તાહના અંતે તમિલનાડુમાં(Tamilnadu)  લગભગ 9.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મુખ્ય ફિલ્મ નિર્માતા અને વિતરક ધનંજયન ગોવિંદના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી જેને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરી શકી નહોતી. જો કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી દર્શકો થિયેટરોમાં પાછા ફરશે.

સૂર્યવંશી ફિલ્મના કલેક્શનથી હિન્દી ફિલ્મ ઉદ્યોગ સાતમા આસમાન પર 

સૂર્યવંશી ફિલ્મના કનેક્શન સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગ (Film Industry) સાતમા આસમાન પર પહોંચી ગયુ છે. 5 નવેમ્બરના રોજ રીલિઝ થયેલી બોલીવુડની ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર 77.08 કરોડની કમાણી કરી હતી.બોલિવૂડ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, “સૂર્યવંશીની રિલીઝ પહેલાં ફિલ્મ ઉદ્યોગની અંદર અને બહારના વર્ગને જોતા એવુ લાગતુ હતુ કે દર્શકો સિનેમા હોલમાં પાછા નહીં આવે કારણ કે તેઓ OTT પ્લેટફોર્મ (OTT Platform) પર ફિલ્મો જોવા ટેવાયેલા છે. પરંતુ હવે સૂર્યવંશીનું કલેક્શન સાબિત કરે છે કે થિયેટરમાં જનારા પ્રેક્ષકો હજુ પણ છે. આ ફિલ્મથી થિયેટરોએ ધમાકેદાર વાપસી કરી છે.

વધુમાં આદર્શે કહ્યું કે,તમિલનાડુમાં શરૂઆતના સપ્તાહના અંતે અન્નાત્થે ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ભાષાઓમાં ચાલતી હોલિવૂડ ફિલ્મ ઈટર્નલ્સ એ પણ અપેક્ષા કરતાં વધુ સારૂ પ્રદર્શન કર્યું.

દિવાળી તહેવારોમાં પ્રેક્ષકોનું ઘોડાપૂર ઉમટ્યુ 

મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને PVR પિક્ચર્સના CEO કમલ જ્ઞાનચંદાનીના જણાવ્યા અનુસાર, સૂર્યવંશી, અન્નાત્થે અને ઈટર્નલ્સે કોવિડ પહેલાંની સરખામણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. વધુમાં કહ્યુ કે, ભારતમાં તમામ PVR મલ્ટિપ્લેક્સમાં દિવાળી વીકએન્ડ દરમિયાન 70 ટકા સીટો પ્રેક્ષકોથી ભરેલી હતી, જે અસાધારણ છે.

તરણ આદર્શે કહ્યું હતુ કે હિન્દી ફિલ્મોના ઓલ ઈન્ડિયા બિઝનેસમાં મહારાષ્ટ્રનું (Mahrashtra) યોગદાન 35 ટકા છે. જો કે મહારાષ્ટ્રમાં 50 ટકા બેઠક ક્ષમતાને કારણે નુકસાન થયું હતું, પરંતુ તમામ ખામીઓ છતા પણ સૂર્યવંશીનું કલેક્શન ઘણું સારું હતું. . આ સિવાય આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’, રણવીર સિંહની ’83’ અને જોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ તેમજ એસએસ રાજામૌલીની ‘RRR’ અને અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ જેવી ઘણી મોટી ફિલ્મો હજુ આવવાની બાકી છે.

આ પણ વાંચો: જેઠાજી તો નિકળ્યા દિલના ડોક્ટર ! ડેન્ગ્યુના દુ:ખમાં દિલ્હીની તેમની ફેનની દિલિપ જોશી સાથે વાત કરવાની ઈચ્છા પુરી કરીને લાવ્યુ ચહેરા પર હાસ્ય, દિકરીનાં પિતાએ TV9 ને મોકલ્યો ખાસ વિડિયો

આ પણ વાંચો: ‘કંગનાએ ઓવરડોઝ લીધો છે’, NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">