‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ Zee5 પર તેના પ્રથમ સપ્તાહમાં 9 મિલિયન વ્યૂઝ કર્યા પાર

'ધ કાશ્મીર ફાઇલ્સ'એ Zee5 પર તેના પ્રથમ સપ્તાહમાં 9 મિલિયન વ્યૂઝ કર્યા પાર
The Kashmir Files Poster (File Image)

બહુચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ (The Kashmir Files) તેની સફળતામાં વધુ એક પ્રકરણ ઉમેર્યું છે. Zee5 પર સ્ટ્રીમિંગના માત્ર એક અઠવાડિયામાં જ ફિલ્મે 9 મિલિયન વ્યૂઝ વટાવી લીધા છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 20, 2022 | 11:42 PM

‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. જેમાં   વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2022ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. અનુપમ ખેર, (Anupam Kher) દર્શન કુમાર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તી અભિનીત, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ કાશ્મીરના બળવા દરમિયાન કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. તેનું પ્રીમિયર 13 મેના રોજ Zee5 પર થયું હતું અને માત્ર એક અઠવાડિયામાં OTT પ્લેટફોર્મ પર 9 મિલિયન વ્યૂઝનો આંકડો પાર કર્યો છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મની આ સફળતાથી ખૂબ જ ખુશ છે.

આ સાથે જ અભિનેતા અનુપમ ખેરે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ZEE5 પર ખૂબ સફળ થઈ છે 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને શરૂઆતના સપ્તાહમાં અનુક્રમે સૌથી વધુ 6 મિલિયન અને 220 મિલિયન વ્યુઝ અને સ્ટ્રીમિંગ મિનિટ્સ મળી છે. તેણે રીલીઝ થયાના પ્રથમ સપ્તાહમાં અનુક્રમે સૌથી વધુ 9 મિલિયન અને 300 મિલિયન વ્યુઝ અને સ્ટ્રીમિંગ મિનિટો મેળવી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ Zee5 પરના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું ટ્રેલર અહીં જુઓ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જંગી સફળતા વિશે બોલતા, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, તેની ડિજિટલ રિલીઝ, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે પ્રેક્ષકોનો પ્રેમ ખૂબ વધ્યો છે. આ ફિલ્મ મારો અત્યાર સુધીનો સૌથી આનંદદાયક પ્રોજેક્ટ છે અને હું તેને સ્વીકારવા, તેને પ્રેમ કરવા અને તેને મારી પોતાની બનાવવા માટે દર્શકોનો આભાર માનું છું. Zee5 પર ડિજિટલ પ્રીમિયર માટેના પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનના નંબરો ખૂબ જ પ્રોત્સાહક છે, અને મને આશા છે કે Zee5ની વૈશ્વિક પહોંચ સાથે, વધુને વધુ લોકો તેને સર્ચ કરશે અને જોશે.”

અનુપમ ખેરે ‘કાશ્મીર ફાઇલ્સ’ પર પોતાના વિચારો શેર કર્યા

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અનુપમ ખેરે કહ્યું, “ધ કાશ્મીર ફાઇલ્સ એક ફિલ્મ કરતાં વધુ ખાસિયત ધરાવે છે, અને હવે તે એક ચળવળ બની ચૂકી છે. મને એ જોઈને આનંદ થાય છે કે તે તેના ડિજિટલ ડેબ્યૂના તમામ રેકોર્ડ તોડી રહી છે અને તે Zee5 પણ ખૂબ સફળ થઈછે. તેની જીતનો દોર હજુ પણ ચાલુ છે. હું આવનારા અઠવાડિયાની આતુરતાથી રાહ જોઉં છું, અને તે જ સમયે મને ખાતરી છે કે આ ફિલ્મે ઘણી લાંબી મજલ કાપવાની છે અને હજુ ઘણા હૃદયોને સ્પર્શવાની બાકી છે.”


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati