કાશ્મીરી પંડિતોની વ્યથાને વાચા આપતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, જલ્દી થશે રિલીઝ

"ધ કાશ્મીર ફાઈલ્સ". જાણીતા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મને બનાવી રહ્યા છે. આ ફિલ્મના ટાઈટલ વિષે વિવેકે વાત કરી હતી.

કાશ્મીરી પંડિતોની વ્યથાને વાચા આપતી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ', જલ્દી થશે રિલીઝ
રિલીઝ ડેટ જલ્દીથી જ જાહેર કરવામાં આવશે
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 19, 2021 | 12:33 PM

બોલીવૂડમાં અલગ અલગ વિષયો પર અનેક ફિલ્મો બની રહી છે. આ વર્ષે આવનારી ફિલ્મોનું લિસ્ટ ઘણું લાંબુ છે. આ ફિલ્મોની લિસ્ટમાં એક વધુ નામ ઉમેરાઈ ગયું છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’. જાણીતા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મને બનાવી રહ્યા છે. આ ફિલ્મના ટાઈટલ વિષે વાત કરતા વિવેકે જણાવ્યું કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની કહાની છે. આગળ તેમણે જણાવ્યું કે ફાઈલની બાબતમાં સરકારી ઓફિસર મોટાભાગે કહે છે કે ફાઈલ ખોવાઈ ગઈ છે, મળી નથી રહી. અને આ વાર્તા કાશ્મીરી પંડિતો પર છે આ કારણે તેનું નામ ધ કાશ્મીર ફાઈલ રાખવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં એ સમયની રાજનીતિ, અર્થવ્યવસ્થા બધું જ બતાવવામાં આવશે. આ ફિલ્મ થીએટરમાં રિલીઝ થશે. ત્યાર બાદ તેને OTT પર રિલીઝ કરવામાં આવશે. આ પહેલા પણ કાશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મ ‘શિકાર’ રિલીઝ થઇ ચુકી છે.

Vivek Agnihotri mentioned the name of the upcoming film The Kashmir Files

ધ ટાશ્કન્ટ ફાઈલ્સને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી

ડિરેક્ટરે જણાવ્યું હતું કે ધ ટાશ્કન્ટ ફાઈલ્સના રિસર્ચ દરમિયાન જ્યારે પણ હું સાંભળતો હતો કે આફાઇલ નથી, તે ફાઈલ નથી. ત્યારે અમે વિચાર્યું કે જેની ફાઇલો નથી એની જ ફાઈલો ખોલવી જોઈએ. કાશ્મીરથી પંડિતોના વિસ્થાપન વિશે લોકોને વધુ ખબર નથી. જેને ફિલ્મમાં દર્શાવવામાં આવશે. જે ફાઇલો ધૂળ ખાઇ રહી હતી, તેને સાફ કરીને બતાવવામાં આવશે’. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ ટાશ્કન્ટ ફાઈલ્સને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની રિલીઝ ડેટ જલ્દીથી જ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: જિયા ખાનની બહેને સાજિદ ખાન પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, જાણો વિગત

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati