The Family Man 2 : Manoj Bajpai ના ચાહકોનો ઈન્તેઝાર 19મી મેના રોજ થશે ખત્મ, આ સમયે રિલીઝ થશે ટ્રેલર

The Family Man 2 : Manoj Bajpai ના ચાહકોનો ઈન્તેઝાર 19મી મેના રોજ થશે ખત્મ, આ સમયે રિલીઝ થશે ટ્રેલર
The Family Man 2

મનોજ બાજપેયીની વેબ સિરીઝ 'ફેમિલી મેન' એ બધાના દિલ જીતી લીધા હતા. પહેલા ભાગની સફળતા પછી, આ સીરીઝની બીજી સીઝન લાવવામાં આવી રહી છે.

Hiren Buddhdev

| Edited By: Bipin Prajapati

May 18, 2021 | 8:13 PM

મનોજ બાજપેયીની વેબ સિરીઝ ‘ફેમિલી મેન’ એ બધાના દિલ જીતી લીધા હતા. પહેલા ભાગની સફળતા પછી, આ સીરીઝની બીજી સીઝન લાવવામાં આવી રહી છે. આ સીરીઝ અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. ક્રિએટર જોડી, રાજ એન્ડ ડીકે ‘ફેમિલી મેન 2’નું ટ્રેલર રિલીઝ કરવા જઇ રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે આવતીકાલ 19મી મેના રોજ આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ટ્રેલર બપોરે 1 વાગ્યે બહાર પાડવામાં આવશે.

નવી સીઝનમાં, દેશના સૌથી પ્રિય ફેમિલી મેન ઉર્ફે શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયીએ આખરે તેમની બહુપ્રતીક્ષિત એક્શન સ્પાઈ થ્રિલર લઈને પાછા ફર્યા છે. આ વખતે, આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે કારણ કે તે માત્ર પોતાના પરિવાર અને તેમના ડિમાન્ડિંગ પ્રોફેશનલ લાઈફને સંતુલિત કરવા માટે જ સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ તેને એક નવી નેમસીસ ‘રાજી’ નો પણ સામનો કરવો પડી રહ્યો છે.

એવોર્ડ વિજેતા અમેઝોન ઓરિજિનલ સીરીઝથી સાઉથની સુપરસ્ટાર સામન્થા અક્કિનેની ડિજિટલ પ્રવેશ કરી રહી છે, જે મનોજ બાજપેયી, પ્રિયમણિ સહિતના બહેતરીન કલાકારોની ટુકડીમાં સામેલ થઈ ગઈ છે. તેમજ શારિબ હાશમી, સીમા બિસ્વાસ, દર્શન કુમાર, શરદ કેલકર, સન્ની હિન્દુજા, શ્રેયા ધનવંતરી, શહાબ અલી, વેદાંત સિંહા અને મહક ઠાકુર જેવા પ્રતિભાશાળી કલાકારોની ટીમ પણ જોવા મળશે.

આ શોમાં તમિલ સિનેમાના અવિશ્વસનીય કલાકારો જેવા કે માઈમ ગોપી, રવિન્દ્ર વિજય, દેવદર્શિની ચેતન, આનંદસામી અને એન. અલગમપેરુમલ શામેલ છે.

“ધ ફેમિલી મેન” એ એક ઝડપી, એક્શન-ડ્રામા શ્રેણી છે, જે એક મિડલક્લાસ વ્યક્તિ શ્રીકાંત તિવારીની વાર્તા છે, અને તે રાષ્ટ્રીય તપાસ એજન્સીના વિશેષ સેલ માટે કામ કરે છે. આ શ્રેણીમાં શ્રીકાંતનું અશાંત જીવન દર્શાવવામાં આવ્યું છે જ્યાં તે તેની સિક્રેટ, ઓછી આવક, ઉચ્ચ દબાણ, ઉચ્ચ દાવની નોકરી અને એક પતિ અને પિતા હોવા વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરે છે. તે એક મધ્યમ વર્ગના માણસની વાર્તા છે જે એક વર્લ્ડ ક્લાસ જાસૂસ છે.

ટીઝરએ જીત્યુ દરેકનું દિલ ફેમિલી મેન 2 નું ટીઝર પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યું છે. સીરીઝની આ સિઝનમાં દર્શકોને રાહ છે એ વાત જાણવાની કે શું મૂસા જીવિત છે કે મરી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, સીરીઝમાં, ખુંખાર આતંકવાદી મૂસાની ભૂમિકા અભિનેતા નીરજ માધવે નિભાવી હતી. નીરજને તેની ભૂમિકા માટે ઘણી પ્રશંસા પણ મળી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati