કરીનાનાં બાળક વિશે જ્યોતિષે કરી આ ભવિષ્યવાણી, અનુષ્કા વિશે પણ કરી હતી સાચી ભવિષ્યવાણી

એક જ્યોતિષવિદ્યાનાં જાણકારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બીજા બાળકને લઈને ભવિષ્યવાણી કરી છે. આ તે જ જ્યોતિષ છે જેણે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે આવેલા નાના મહેમાનની ભવિષ્યવાણી કરી હતી.

કરીનાનાં બાળક વિશે જ્યોતિષે કરી આ ભવિષ્યવાણી, અનુષ્કા વિશે પણ કરી હતી સાચી ભવિષ્યવાણી
કરીના - સૈફ

સામાન્ય માણસ હોય કે ખાસ સેલિબ્રેટી માતા બનવાની ખુશી સૌ માટે વિશેષ હોય છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી વખત માતા બનવા જઈ રહી છે. પરિવારના સભ્યો સાથે તેના ચાહકો પણ આવનારા મહેમાન માટે ખૂબ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કરીનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ સોશ્યલ મીડિયા પર કરીનાની પોસ્ટ અને ઇન્સ્ટા સ્ટોરી એ સાબિતી છે કે તે હજી પણ ઘરે જ છે. કરીના કપૂર ખાનની ડિલિવરી પહેલાથી જ તેના બીજા બાળક માટે ગિફ્ટ્સ આવવાનું શરૂ થઈ ગયું છે. ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે દીકરો હશે કે દીકરી.? ત્યારે આ બાબતમાં જ્યોતિષોએ પણ ભવિષ્યવાણી કરી દીધી છે.

એક જ્યોતિષવિદ્યાનાં જાણકારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બીજા બાળકને લઈને ભવિષ્યવાણી કરી છે. આ તે જ જ્યોતિષ છે જેણે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે આવેલા નાના મહેમાનની ભવિષ્યવાણી કરી હતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કરીના આ વખતે એક પુત્રીને જન્મ આપશે.

કરીનાએ ઓગસ્ટમાં ફેન્સ સાથે તેની પ્રેગ્નન્સીની વાત જાહેર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કરીના ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં બાળકને જન્મ આપવા જઇ રહી હતી, પરંતુ હવે સમય આગળ વધી રહ્યો છે. હવે તે કોઈપણ સમયે બીજા બાળકને જન્મ આપી શકે છે.

ગુરુવારે સૈફ અલી ખાન મુંબઈમાં ઘરની બહાર કેટલાક રમકડા હાથ લઈને જતા જોવા મળ્યા હતા. સૈફ અલી ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જ્યારે ચાહકો પણ બાળક વિશે અનેક અટકળો કરી રહ્યા છે.

ડિલિવરી પહેલાં ચાહકો તેમના ઘરે ગુલાબી અને વાદળી રંગની ગુડીઝ મોકલી રહ્યા છે. કરીનાએ ઇન્સ્ટા સ્ટોરી પર પણ કેટલીક તસવીરો શેર કરી હતી. તે જાણીતું છે કે અગાઉ એવા અહેવાલો હતા કે વેલેન્ટાઇન વીકમાં કરીના તેના બાળકને જન્મ આપશે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati