આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ CM ના પૌત્ર છે આ અભિનેતા, Alia Bhatt સાથે જોવા મળશે

Jr એનટીઆર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ 20 મે 1983 ના રોજ હૈદરાબાદમાં તેલુગુ અભિનેતા અને નેતા નંદમૂરી હરિકૃષ્ણા અને શાલિની ભાસ્કર રાવના ઘરે થયો હતો.

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ CM ના પૌત્ર છે આ અભિનેતા, Alia Bhatt સાથે જોવા મળશે
Jr NTR

દક્ષિણના સુપરસ્ટાર એનટી રામા રાવની દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી પ્રેક્ષકોમાં પણ સારી ઓળખ છે. ચાહકો એક્શનથી ભરપુર તેમની ફિલ્મોનાં ચાહક છે. લોકોમાં એનટી રામા રાવ લોકોની વચ્ચે તેમના દાદા એન.ટી. રામા રાવ (NTR) ના નામ Jr NTR અને તારક નામથી ખૂબ જ પ્રખ્યાત છે. આજે 20 મેના રોજ તેમના જન્મદિવસ પર, ચાલો જાણીએ દક્ષિણના સુપરસ્ટાર વિશે કેટલીક રસપ્રદ વાતો.

Jr એનટીઆર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ 20 મે 1983 ના રોજ હૈદરાબાદમાં તેલુગુ અભિનેતા અને નેતા નંદમૂરી હરિકૃષ્ણા અને શાલિની ભાસ્કર રાવના ઘરે થયો હતો. Jr એનટીઆરના દાદા એનટી રામા રાવ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે તેમના સમયના પ્રખ્યાત અભિનેતા પણ હતા. દાદા અને પિતા જ નહીં પરતું, Jr એનટીઆરના પરિવારના અન્ય સભ્યો પણ રાજકારણ અને સિનેમા બંને સાથે સંકળાયેલા છે.

Jr એનટીઆરના સાવકા ભાઈ અભિનેતા-નિર્માતા નંદમૂરી કલ્યાણ રામ, અભિનેતા-રાજકારણી નંદમૂરી બાલકૃષ્ણ અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુના સંબંધી છે.

17 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યુ

Jr એનટીઆરએ તેમની 20 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં 29 થી વધુ ફિલ્મો કરી છે. તેમણે 1991 માં બાળ કલાકાર તરીકે બ્રહ્મર્ષિ વિશ્વામિત્રમાં કામ કર્યું હતું. 1996 માં આવી સાઉથની ફિલ્મ ‘રામાયણમ’ માં ભગવાન રામની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય માટે તેમને નેશનલ ફોર બેસ્ટ ચિલ્ડ્રેન્સ ફિલ્મથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

17 વર્ષની ઉંમરે, તેમણે Ninnu Choodalani ફિલ્મથી મુખ્ય અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. આ પછી તેમણે Aadi, Allari Ramudu, Naaga, Simhadri, Andhrawala, Samba, Naa Alludu, Narasimhudu, Baadshah, Aravinda Sametha સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

સૌથી વધુ વેતન મેળવતા તેલુગુ અભિનેતાઓમાંનાં એક છે Jr એનટીઆર

Jr એનટીઆર ફોલ્મોમાં તેમના સિંગલ ટેક, ડાયલોગ ડિલિવરી અને ફિલ્મોમાં રિહર્સલ કર્યા વગર ડાન્સ સીન્સ માટે પ્રખ્યાત છે. તેમણે અત્યાર સુધીમાં બે સ્ટેટ નંદી એવોર્ડસ, બે ફિલ્મફેર એવોર્ડસ સાઉથ અને ચાર CineMAA એવોર્ડસ જીત્યા છે. Jr એનટીઆરને તેલુગુ ફિલ્મ અભિનેતાઓમાં સૌથી વધુ વેતન મેળવતા અભિનેતાઓની સૂચિમાં શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

 

આ ફિલ્મમાં આલિયા સાથે કરી રહ્યા છે કામ

તેમની આગામી ફિલ્મોની ચર્ચા કરતાં તેઓ ટૂંક સમયમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRR માં જોવા મળશે. ફિલ્મમાં તે બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ, રામ ચરણ, અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મમાંથી બંને એક્ટર અને આલિયા ભટ્ટનો લૂક સામે આવ્યો છે.

આ ફિલ્મ માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે. બોલિવૂડ કલાકારો સાથે Jr એનટીઆરનું ઓન-સ્ક્રીન કોલોબરેશન જોવું એ દક્ષિણ અને હિન્દી સિનેપ્રેમિયો માટે ખરેખર રસપ્રદ રહેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati