Thalaivi Trailer Launch: મને રાજકારણમાં કોઈ રસ નથી – Kangana Ranaut

અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે જ્યારે તે ખેડુતો, રાષ્ટ્રવાદ, કૃષિ કાયદાઓની વાત કરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હું રાજકારણી બનવા માંગુ છું. પરંતુ એવું કંઈ નથી. હું નાગરિક તરીકે પ્રતિક્રિયા આપું છું.

Thalaivi Trailer Launch: મને રાજકારણમાં કોઈ રસ નથી - Kangana Ranaut
Kangana Ranaut

આજે સવારે ચેન્નાઈ બાદ મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘થલાઈવી’ નું ટ્રેલર લોન્ચિંગ દરમિયાન કંગના રનૌતે કહ્યું કે તેમને રાજકારણનો ભાગ બનવામાં રસ નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી, મહારાષ્ટ્રના રાજકારણ વિશે સતત વિવાદિત ટિપ્પણીઓ કરતી આવી રહી અને તેના વિવાદિત નિવેદનોથી મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવતી કંગનાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “મારા માટે રાજકારણની દુનિયા બહુ અજાણ છે. જો હું દેશ અને રાષ્ટ્રવાદ વિશે વાત કરું છું અથવા હું ખેડૂતો વિશે, કૃષિ કાયદા વિશે વાત કરું છું, જેનો મને સીધો પ્રભાવ પડે છે; પછી મને કહેવામાં આવે છે કે હું રાજકારણી બનવા માંગુ છું. પરંતુ એવું કંઈ નથી. ”

કંગનાએ વધુમાં કહ્યું કે, “એક નાગરિક તરીકે હું દરેક બાબતે મારો અભિપ્રાય આપું છું અને રાજકારણ સાથે મારો કોઈ સંબંધ નથી. કેટલાક લોકોને આ બાબતે ખૂબ ગુસ્સે થયા કે હું રાષ્ટ્રવાદ પર કેવી રીતે વાત કરી શકું અથવા મને એટલી શું પડી છે કે હું કૃષિ કાયદા વિશે વાત કરુ? તેઓને મારી વાતથી તકલીફ થાય છે પણ તે લોકો વિચારે છે કે તેઓ દરેક વસ્તુ પર વાત કરી શકે છે. તેઓ વિચારે છે કે મારી હિમ્મત કેવી રીતે થઈ કે હું આ બધુ કહું ? તેથી જ્યારે તેમને મારી આ બાબતોથી તકલીફ થઈ અને પીડા થઈ, ત્યારે તેણે લઈ તેઓએ ઘણા તમાશો કર્યા જે બધાએ જોયા.

 

 

 

કંગનાએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ઠપકો આપતી વખતે બનાવેલા વીડિયોથી સંબંધિત સવાલનો જવાબ આપ્યો હતો. શું તેમણે ‘થલાઈવી’ ફિલ્મમાં ગર્જના કરતા દ્રશ્યથી આ વિડિઓ બનાવવા માટે પ્રેરણા લીધી હતી? આ અંગે કંગનાએ કહ્યું, “તે સમયે ઘણી બધી બાબતો થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે રીલ અને રેયલલાઈફ બંને મિક્સ થઈ રહી છે. દેશનો ઇતિહાસ એવો રહ્યો છે કે જેમણે મહિલાનું અપમાન કર્યું છે તેનું પતન નક્કી છે. ઇતિહાસ છે સાક્ષી રાવણે સીતાનું અપમાન કર્યું હતું, કૌરવોએ દ્રૌપદીનું અપમાન કર્યું હતું. હું આમાંની કોઈ પણ દેવીની સમકક્ષ નથી, પણ હું પણ એક સ્ત્રી છું. ”

કંગનાએ કહ્યું કે, “મેં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. એક મહિલા તરીકે મેં ફક્ત મારી ઇન્ટીગ્રીટીની રક્ષા કરવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં મારું અપમાન કરવામાં આવ્યું હતું. એવામાં જ્યારે મેં તે વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો ત્યારે મે જે બધું કહ્યું તેના પર મે તે બધું વિશ્વાસપૂર્વક કહ્યું હતું. જ્યારે પણ તમે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો ત્યારે તમારું પતન અને વિનાશ ખાતરી છે. ”

નોંધનીય છે કે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં ‘થલાઈવી’ ના ટ્રેલર લોન્ચિંગ સમયે કંગના રનૌત એક વિંટેજ કારમાં આવી હતી. આ પ્રસંગે તેમણે ટ્રેડિશનલ સાડી પહેરી હતી અને તેના વાળમાં ગજરો હતો. ટ્રેલર લોન્ચ દરમિયાન કંગનાએ કહ્યું હતું કે ફિલ્મમાં કામ કરતી વખતે તેમને લાગ્યું કે જયા માં (જે. જયલલિતા) તેમના આશીર્વાદ સાથે છે અને શૂટિંગ દરમિયાન જયા માં તેમનું માર્ગદર્શન આપી રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati