ટપ્પુ અને બબિતાજીના સંબંધોની શું શો પર પડશે કોઈ અસર? ટ્રોલ થયા બાદ શું હશે શો મેકર્સનો નિર્ણય?

બંનેના સંબંધો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ્સ સામે શોના મેકર્સ શું નિર્ણય લે છે. કારણ કે એ વાત તો નક્કી જ છે કે બંનેના સંબંધોના કારણે શોની ઈમેજ પર અસર તો થશે.

ટપ્પુ અને બબિતાજીના સંબંધોની શું શો પર પડશે કોઈ અસર? ટ્રોલ થયા બાદ શું હશે શો મેકર્સનો નિર્ણય?
Munmun Datta and Raj Anadkat

લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) વર્ષોથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યું છે. આ સિરીયલની વાર્તા દરેક પ્રકારના ઓડિયન્સને ટાર્ગેટ કરે છે એજ કારણ છે કે આખો પરિવાર સાથે બેસીને રોજ સાડા આઠ વાગ્યે જમતા જમતા આ શો જુએ છે. સિરીયલ હસી મજાકની સાથે સાથે સોશિયલ મેસેજ પર પણ ફોકસ કરે છે. આ સિરીયલને પહેલાથી જ ફેમિલી શો તરીકે પ્રમોટ કરવામાં આવી છે. અસિત મોદી (Asit Modi) હંમેશા પ્રયત્નો કરે છે કે શોમાં તે સાફ અને ફેમિલી યોગ્ય કન્ટેન્ટ આપે અને સિરીયલ કોઈ કોન્ટ્રોવર્સીમાં ન પડે.

 

 

હાલમાં જ મુનમુન દત્તા કોન્ટ્રોવર્સીમાં ફસાઇ હતી

થોડા દિવસો પહેલા મુનમુન દત્તા (Munmun Datta) એટલે કે બબિતાજી એક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી. તેણે પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના બાદથી જ તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મુનમુન દત્તા સામે એફઆઈઆર પર નોંધવામાં આવી હતી.

 

સમગ્ર વિવાદ બાદ મુનમુન દત્તાએ માફી પણ માંગી હતી, પરંતુ તેની આ ભુલને કારણે શો પ્રભાવિત થયો હતો. આ વિવાદ બાદ શોના મેકર્સે એક નિર્ણય લેવો પડ્યો હતો અને સમગ્ર સ્ટાર કાસ્ટ પાસે એક અંડરટેકિંગ સાઈન કરાવ્યુ હતુ, જેથી ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે. આ વિવાદ બાદ મુનમુન દત્તા શોમાં 2 મહિના સુધી જોવા નહોતી મળી, જેના બાદ અફવા સામે આવી હતી કે તેણે આ શો છોડી દીધો છે. પરંતુ થોડા સમય પહેલા જ તે શોમાં ફરીથી જોવા મળી.

 

હવે પોતાના અફેર માટે ચર્ચામાં છે મુનમુન

હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે મુનમુન દત્તા શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટને (Raj Anadkat) ડેટ કરી રહી છે અને બંને એકબીજાના પ્રેમમાં છે. આ સમાચાર સામે આવતા જ બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. બંનેના અફેરે લોકોને મીમ્સ બનાવવાનું નવું મટીરીયલ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે રાજ અનડકટ હાલમાં 24 વર્ષના છે, જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે. એક રિપોર્ટ પ્રમાણે બંનેના પરિવારને પણ તેમના સંબંધો વિશેની જાણકારી છે. બંને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરતા હોય છે.

 

તેવામાં હવે બંનેના સંબંધો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ્સ સામે શોના મેકર્સ શું નિર્ણય લે છે. કારણ કે એ વાત તો નક્કી જ છે કે બંનેના સંબંધોના કારણે શોની ઈમેજ પર અસર તો થશે જ હવે એ કયા પ્રકારની હશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.

 

આ પણ વાંચો – મહિલા બોલી પતિને વર્ક ફ્રોમ ઓફિસ કરાવો નહિતર… હર્ષે ગોયનકાએ શેર કર્યો આ મજેદાર લેટર

 

આ પણ વાંચો – શું તમે હજુ કરી રહ્યા છો FDમાં રોકાણ? તો હવે કરો આ સ્કીમમાં રોકાણ જેમાં મળે છે FD કરતા બમણું વળતર

Click on your DTH Provider to Add TV9 Gujarati