કોઈ એક્ટર નહીં, પણ એક સામાન્ય માણસ સાથે દયાબેને કેમ કર્યા લગ્ન? જાણો દિશા વાકાણીનો જવાબ

દિશાએ વર્ષ 2015 માં મુંબઇ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની સ્તુતિ નામની એક દીકરી પણ છે. અભિનેત્રી વર્ષ 2017 માં પ્રસૂતિ રજા પર ગઈ હતી.

કોઈ એક્ટર નહીં, પણ એક સામાન્ય માણસ સાથે દયાબેને કેમ કર્યા લગ્ન? જાણો દિશા વાકાણીનો જવાબ
દિશા વાકાણી અને મયૂર પાડિયા
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 1:46 PM

જ્યાં એવા ઘણા ટીવી સેલેબ્સ છે જેઓ તેમના સાથી કાલાકારના પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરી લીધાં. તે જ સમયે, કેટલાક એવા છે જેમના લાઈફ પાર્ટનર તેમના માતાપિતા અથવા તેમના ભાઇ-ભાઇએ શોધ્યા હોય. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના દયાબેન એટલે કે દિશા વાકાણીની કહાણી અલગ છે. તેઓએ વર્ષો સુધી દયાની ભૂમિકા ભજવી. પરંતુ દિશા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. દિશા અમદાવાદની છે અને તેણે થિયેટરથી અભિનયની શરૂઆત કરી હતી.

દિશાએ વર્ષ 2015 માં મુંબઇ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની સ્તુતિ નામની એક દીકરી પણ છે. અભિનેત્રી વર્ષ 2017 માં પ્રસૂતિ રજા પર ગઈ હતી, જેના પછી તેના વિશે કોઈ સમાચાર નથી. માતા બન્યા બાદ દિશા કોઈ પણ શોમાં પરત ફરી નથી.

દિશાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ‘પહેલીવાર મયુરને મળીને સારું લાગ્યું અને અમે મળતા રહ્યા. આ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જ્યારે દિશાના પતિ મયુર પાડિયાને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમે બંને જુદા જુદા વ્યવસાયોથી છો, તો તમે જીવન સાથી બનવાનું કેવી રીતે નક્કી કર્યું?’ તો આ અંગે તેણે કહ્યું, ‘જે દિવસે હું દિશાને મળ્યો હતો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે અમે સંબંધોને આગળ વધારવાનો વિચાર કરીશું. શરૂઆતમાં, અમે બંને એકબીજાને જાણતા નહોતા. તેથી જ મેં વિચાર્યું કે અમે પહેલા એક બીજાને થોડો સમય આપીશું અને સમજીશું કે જીવનસાથી બનવા યોગ્ય છે કે નહીં.

દિશાના કહ્યા પ્રમાણે તેનું માનવું હતું કે “લગ્નમાં બેલેન્સ બનાવવા માટે એવા સાથીની જરૂર છે જેની આદતો તમારા સાથે મળતી હોય. બંનેના સંબંધમાં સૌથી સારી વાત એ છે કે બંને એક-બીજાને એવા જ સ્વીકારે જેતા તેઓ છે.” લગ્ન બાદ પણ દિશાએ કામ શરુ રાખ્યું હતું પરંતુ દીકરીના જન્મ બાદ તેઓ પરિવારમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: બાર્બરાએ કહ્યું ચોકસીએ તેને ખોટા દાગીના ભેટ આપ્યા હતા, કથિત ગર્લફ્રેન્ડે કર્યા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો ભાગેડુ ચોકસી, નાગરિકતા રદ કરવા એન્ટિગુઆ લઇ રહી છે પગલા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">