Viral Video : ‘કુંડળી ભાગ્ય’ અભિનેતા ધીરજ ધૂપરે પત્ની વિન્ની અરોરાને આપી શાનદાર બેબી શાવર પાર્ટી

લોકપ્રિય સિરિયલ 'કુંડળી ભાગ્ય' ફેમ અભિનેતા ધીરજ ધૂપર અને તેની પત્ની વિન્ની અરોરાએ ગઈકાલે એક શાનદાર બેબી શાવર પાર્ટીનું (Baby Shower Party) આયોજન કર્યું હતું. તેમના લગ્નના સાડા પાંચ વર્ષ પછી આ સ્ટાર કપલ તેમના પ્રથમ સંતાનને આવકારશે.

Viral Video : 'કુંડળી ભાગ્ય' અભિનેતા ધીરજ ધૂપરે પત્ની વિન્ની અરોરાને આપી શાનદાર બેબી શાવર પાર્ટી
Dheeraj Dhoopar & Vinny Arora (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 7:51 PM

એવું લાગી રહ્યું છે કે ટેલીવુડમાં (Tellywood) અત્યારે બાળકોના આગમનની મોસમ ખીલી ઉઠી છે. ભારતી સિંહ (Bharti Singh) હર્ષ લિમ્બાચિયા અને દેબીના બેનરજી ગુરમીત ચૌધરી પછી અન્ય લોકપ્રિય ટીવી કપલ (Star Couple) પણ તેમના પ્રથમ બાળકના આગમન માટે ખુબ જ ઉત્સાહિત છે. અમે વાત કરી રહ્યા છીએ ધીરજ ધૂપર અને વિન્ની અરોરાની. આ ભવ્ય બેબી શાવર પાર્ટીમાં ટેલીવુડના અનેક સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં લોકપ્રિય ટેલી સ્ટાર સુરભી ચાંદના, શ્રદ્ધા આર્યા અને અંજુમ ફકીહ સહિત ઘણા ટીવી સ્ટાર્સ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં આયોજિત આ ભવ્ય બેબી શાવર પાર્ટીમાં હાજરી આપી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
View this post on Instagram

A post shared by @varindertchawla

ધીરજ ધૂપર, જે કુંડળી ભાગ્ય સિરિયલમાં કરણની ભૂમિકા ભજવીને આજે ઘરે ઘરે એક જાણીતું નામ છે, તેણે સોમવારે એટલે કે ગઈકાલે મુંબઈની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં તેની પત્ની વિની અરોરા માટે એક ભવ્ય બેબી શાવરનું આયોજન કર્યું હતું. લોકપ્રિય લવબર્ડઝ સફેદ રંગ પરંપરાગત પોશાકમાં સ્પોટ થયા હતા. તેઓ આ લૂકમાં એકસાથે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

View this post on Instagram

A post shared by @varindertchawla

આ સ્ટાર સ્ટડેડ પાર્ટીમાં ધીરજ ધૂપરના જાણીતા શો કુંડળી ભાગ્યના સહ કલાકારો શ્રદ્ધા આર્યા, રૂહી ચતુર્વેદી, અંજુમ ફકીહે આનંદથી ભરપૂર બેબી શાવરમાં હાજરી આપી હતી. અંજુમે સોશિયલ મીડિયા પર એક નોટ લખી છે, અને ભાવિ માતા-પિતાને શુભેચ્છા પાઠવી છે. તેણીએ આ બેબી બાશમાંથી તસવીરો પણ શેયર કરી છે. તેણીએ લખ્યું છે કે, “ભાવિ માતા-પિતાને @vinnyaroradhoopar અને @dheerajdhoopar બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન.” કૅમેરા માટે પોઝ આપતી વખતે આ સ્ટાર કપલ તેમનું મિલિયન-ડોલર સ્મિત ફ્લેશ કરતા જોઈ શકાય છે.

View this post on Instagram

A post shared by Anjum Fakih (@nzoomfakih)

લોકપ્રિય ટીવી શો ‘નાગિન 5’માં ધીરજ ધૂપર સાથે કામ કરનાર અભિનેત્રી સુરભી ચાંદના તેના સિમ્પલ દેખાવમાં અદભૂત દેખાતી હતી. તેણીનું મનમોહક સ્મિત લોકોને દિવાના બનાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધીરજ ધુપર અને વિન્ની અરોરાએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા બાદ નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના સાડા પાંચ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનશે. ગયા મહિને આ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેયર કરીને તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">