Video : એકવાર ફરી પોતાને સંભાળી શકી નહીં Shilpa Shetty, બધાની સામે થઈ ગઈ ભાવુક

શિલ્પા શેટ્ટી, જે હંમેશા શોમાં પોતાની સ્માઈલ સાથે દરેકના ચહેરા પર સ્મિત લાવે છે, તાજેતરમાં એક પર્ફોર્મન્સ જોયા બાદ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

Video : એકવાર ફરી પોતાને સંભાળી શકી નહીં Shilpa Shetty, બધાની સામે થઈ ગઈ ભાવુક
Shilpa Shetty

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) ની જાન છે. તેમણે તેમના સ્મિત અને શાનદાર શૈલીથી દરેકનું દિલ જીતી લીધું છે. પરંતુ તાજેતરમાં જ શિલ્પા શોમાં ભાવુક બની હતી. શોનો નવો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ સ્પર્ધકોએ તેમના દાદા-દાદી અને નાના-નાની માટે સ્પેશિયલ પરફોર્મેન્સ ડેડિકેટ કર્યું છે.

હકીકતમાં, સંચિત અને તેની ગુરુ વર્તિકાએ એટલું શાનદાર પરફોર્મન્સ આપ્યું કે શિલ્પા અને ગીતા ઈમ્પ્રેસ થવાની સાથે સાથે ઈમોશનલ પણ થઈ ગયા. અનુરાગ બંનેના પરફોર્મેન્સ પછી કહે છે, નિ:શંક પણે આ તમારું અત્યાર સુધીનું સૌથી સોલફુલ પરફોર્મન્સ છે. પ્રોમો શેર કરતી વખતે લખ્યું છે કે, ‘ આ ભાવનાત્મક પરફોર્મન્સ સાથે આવી રહ્યો છે સુપર સંચિત અને સુપર ગુરુ વર્તિકાનું જીતવા તમારા બધાનું દિલ. જુઓ તેમનું જબરદસ્ત પરફોર્મેન્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ સ્પેશિયલ એપિસોડમાં

અહીં જુઓ વીડિયો watch show promo video here

 

 


તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં શિલ્પા શોમાં જજ તરીકે પરત આવી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ શિલ્પાએ શોમાંથી બ્રેક લીધો હતો અને તે તેના બાળકો અને પરિવાર સાથે સમય પસાર કરી રહી હતી.

તાજેતરમાં, શિલ્પાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે એક પુસ્તકનું પેજ શેર કર્યું હતું જેમાં એક ક્વોટ લખવામાં આવ્યું હતું, ‘ભૂલો એ ચૂકવણીનો એક ભાગ છે જે વ્યક્તિ સંપૂર્ણ જીવન માટે ચૂકવે છે.’ જેમાં અંતે લખ્યું હતું, ‘ હું ભૂલો કરીશ, હું મારી જાતને માફ કરીશ અને તેનાથી શીખીશ પણ. ‘શિલ્પાએ એક સ્ટીકર પણ શેર કર્યું જેમાં લખ્યું હતું,’ MADE A MISTAKE BUT IT’S OK. ‘

અહીં જુઓ શિલ્પા શેટ્ટીની પોસ્ટ see shilpa shetty post here

 

રાજની ધરપકડ થયા બાદ પોસ્ટ કરવામાં આવી હતી

રાજની ધરપકડ બાદ શિલ્પાએ પોસ્ટ કર્યું હતું કે, ‘હું એક ગર્વ ભારતીય નાગરિક છું અને 29 વર્ષથી મહેનતુ વ્યાવસાયિક પણ છું. લોકોએ મારા પર વિશ્વાસ દર્શાવ્યો છે અને મેં ક્યારેય કોઈને નિરાશ નથી કર્યા. તેથી હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે મારો પરિવાર અને મારી ગોપનીયતા મારો અધિકાર છે અમે મીડિયા ટ્રાયલને લાયક નથી. કૃપા કરીને કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે. ‘

તમને જણાવી દઈએ કે શિલ્પાની ફિલ્મ હંગામા 2 થોડા દિવસ પહેલા રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા શિલ્પાએ 10 વર્ષ બાદ પુનરાગમન કર્યું છે. શિલ્પા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિલ્મ રિલીઝના થોડા દિવસો પહેલા રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati